ફિલ્મને 4K અને ડૉલ્બી 5.1માં રીસ્ટોર કરીને ફરીથી માસ્ટર કરવામાં આવી છે
‘અંદાઝ અપના અપના’ પચીસ એપ્રિલે ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આમિર ખાન અને સલમાન ખાનને એકસાથે લીડ રોલમાં ચમકાવતી એકમાત્ર ફિલ્મ ‘અંદાઝ અપના અપના’ ફરીથી રિલીઝ થવાની છે. ૧૯૯૪માં રિલીઝ થયેલી આ ફિલ્મે એ સમયે સારી કમાણી કરી નહોતી, પરંતુ પછીથી એને ક્લાસિક કૉમેડી તરીકે ગણવામાં આવી છે. આ ફિલ્મમાં કરિશ્મા કપૂર, રવીના ટંડન, પરેશ રાવલ અને શક્તિ કપૂર (ક્રાઇમ માસ્ટર ગોગો) દ્વારા પણ જોરદાર ઍક્ટિંગ કરવામાં આવી હતી.
આ ફિલ્મના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ‘અંદાઝ અપના અપના’ પચીસ એપ્રિલે ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે. આની જાહેરાત કરતાં નિર્માતાઓએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે ‘પાગલપનને ફરીથી જીવવા માટે તૈયાર થઈ જાઓ.’
ADVERTISEMENT
રીરિલીઝને કારણે આ ફિલ્મને ફરીથી મોટા પડદા પર જોવાની તક મળશે. એને 4K અને ડૉલ્બી 5.1માં રીસ્ટોર કરીને ફરીથી માસ્ટર કરવામાં આવી છે. ટ્રેલર પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ વખતે દર્શકોને આ ફિલ્મ પહેલાં કરતાં વધુ સારી ક્વૉલિટીમાં જોવા મળશે.

