Aamir Khan Speaks on taking retirement from Movies: તેની છેલ્લી ફિલ્મ `લાલ સિંહ ચઢ્ઢા` હતી, જે વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી અને ત્યારબાદ તેણે અભિનયમાંથી બ્રેક લીધો હતો અને હવે તે ફિલ્મ `સિતારે જમીન પર`માં જોવા મળશે.
આમિર ખાન ફાઇલ તસવીર
બૉલિવૂડના મિસ્ટર પરફેક્ટ કહેવાતા અભિનેતા આમિર ખાને (Aamir Khan Speaks on taking retirement from Movies) ફિલ્મમાંથી બ્રેક લીધો. તે છેલ્લા અનેક સમયથી કોઈપણ ફિલ્મમાં દેખાયો નથી અને કોઈ નવી ફિલ્મની જાહેરાત પણ કરી નથી. આમિર ખાન તેની ફિલ્મો સહિત વાતોને કારણે પણ ચર્ચામાં રહે છે. જોકે તાજેતરમાં આમિર ખાને એવું કઈ કહી દીધું છે કે તેના ચાહકોને તેની ચિંતા થવા લાગી છે. મિસ્ટર પરફેક્ટે તેના મૃત્યુ બાબતે વાત કરીને સૌકોઈને ચોંકાવી દીધા છે.
આમિર ખાને કહ્યું છે કે તેની પાસે એક્ટિવ રહીને કામ કરવા માટે માત્ર 10 વર્ષ બાકી છે. આ પછી તે નિવૃત્ત થઈ જશે. અભિનેતા પાસે હવે ઓછો સમય બચ્યો હોવાથી તે આ સમયનો સારી રીતે ઉપયોગ કરવા માગે છે. આમિરની છેલ્લી ફિલ્મ `લાલ સિંહ ચઢ્ઢા` (Aamir Khan Speaks on taking retirement from Movies) હતી, જે વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી અને ત્યારબાદ તેણે અભિનયમાંથી બ્રેક લીધો હતો. આમિર હવે ફિલ્મ `સિતારે જમીન પર` માટે ચર્ચામાં છે.
ADVERTISEMENT
આમિર ખાને હાલમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું, `મેં મારા જીવનમાં ક્યારેય એક સાથે છ ફિલ્મો નથી કરી. આ વખતે મારી પાસે મારું પોતાનું કારણ હતું. આખરે જ્યારે મેં નક્કી કર્યું કે હું હજી ફિલ્મો (Aamir Khan Speaks on taking retirement from Movies) નહીં છોડું, ત્યારે મારા મગજમાં આગળનો વિચાર આવ્યો કે કદાચ આ મારા માટે કામ કરવા માટે માત્ર 10 વર્ષ બાકી છે. આમિરે આગળ કહ્યું, `તમે જીવન પર વિશ્વાસ કરી શકતા નથી, આપણે કાલે મરી શકીએ છીએ. મારી પાસે લગભગ 10 વર્ષ એક્ટિવ જીવન બાકી છે. હું 59 વર્ષનો છું. આશા છે કે હું 70 વર્ષની થઈ ત્યાં સુધીમાં કામ કરવા માટે પૂરતો સ્વસ્થ રહીશ. તેથી, પછી મેં વિચાર્યું, મારે મારા છેલ્લા 10 વર્ષોને સૌથી વધુ ઉત્પાદક બનાવવા જોઈએ.”
આમિરે વધુમાં કહ્યું, `જેમ જેમ મારી ઉંમર વધી રહી છે તેમ તેમ હું જે પ્રતિભામાં વિશ્વાસ કરું છું તેને સમર્થન આપવા માગુ છું તે છે લેખકો, દિગ્દર્શકો, તમામ સર્જનાત્મક લોકોને. હું 70 વર્ષની વયે નિવૃત્ત થતાં પહેલાં, હું પ્રતિભાશાળી લોકો માટે એક પ્લેટફોર્મ (Aamir Khan Speaks on taking retirement from Movies) બનવા માગુ છું જેમાં હું વિશ્વાસ કરું છું. તેથી મેં વધુ ફિલ્મો કરી. આમિરે કહ્યું કે જો પુત્ર જુનૈદ અને પુત્રી આયરા ખાન ન હોત તો તેણે ફિલ્મો છોડી દીધી હોત. આમિરે વર્ષ 2022માં જ્યારે તે `લાલ સિંહ ચઢ્ઢા`નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ફિલ્મોમાંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવી હતી.