આમિર ખાનની પૂર્વ પત્ની રીના દત્તાના પિતાનું નિધન થયું છે. તેમણે બુધવારે અંતિમ શ્વાસ લીધા. આ દુઃખદ અવસરે આમિર ખાન પોતાના પરિવાર સાથે ઊભેલા જોવા મળ્યા. આમિર ખાનની માતા પણ રીનાના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી.
તસવીર સૌજન્ય મિડ-ડે
કી હાઇલાઇટ્સ
- આમિર ખાનની એક્સવાઇફ રીના દત્તાના ઘરે દુઃખનો માહોલ છે, તેમના પિતાનું થયું મૃત્યુ.
- જો કે, રીનાના પિતાના નિધનનું કારણ ખબર પડી નથી.
- આમિર ખાન સિવાય તેમની વૃદ્ધ માતા પણ રીના દત્તાના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી.
આમિર ખાનની પૂર્વ પત્ની રીના દત્તાના પિતાનું નિધન થયું છે. તેમણે બુધવારે અંતિમ શ્વાસ લીધા. આ દુઃખદ અવસરે આમિર ખાન પોતાના પરિવાર સાથે ઊભેલા જોવા મળ્યા. આમિર ખાનની માતા પણ રીનાના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી.
આમિર ખાનની એક્સ વાઈફ રીના દત્તાના પિતાનું નિધન થઈ ગયું. જો કે, નિધનના કારણની માહિતી મળી નથી. બુધવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. પરિવારની આ મુશ્કેલીની ઘડીમાં આમિર ખાન પરિવાર સાથે ઊભા રહેલા જોવા મળે છે. જણાવવાનું કે રીનાના પિતા એક સમયે ઍર ઈન્ડિયામાં સીનિયર ઑફિસર રહી ચૂક્યા હતા.
ADVERTISEMENT
આ સમયે રીનાના ઘરમાં શોકનો માહોલ છે. ચારે તરફ ઉદાસીનતાનું વાતાવરણ છે. માત્ર આમિર ખાન જ નહીં પરંતુ તેની વૃદ્ધ માતા ઝીનત હુસૈન પણ શોક વ્યક્ત કરવા રીના દત્તાના ઘરે પહોંચી હતી, જે તેને એક સમયે તેની વહુ તરીકે લઈને આવી હતી. વીડિયોમાં આમિરની માતાને જોઈને સ્પષ્ટ થાય છે કે તે પોતે પણ ચાલી શકતી નથી. તે કારમાંથી નીચે ઉતરીને સ્ટાફની મદદથી રીનાના ઘરે જતી જોવા મળે છે.
આમિર ખાનની માતા પણ રીના દત્તાના ઘરે પહોંચી
આ પ્રસંગની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર લોકોને ભાવુક કરી રહી છે. તમને જણાવી દઈએ કે આમિર ખાન અને રીનાએ વર્ષ 1986માં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે બાળકો જુનૈદ અને આયરા ખાન છે. વર્ષ 2002માં તેમના છૂટાછેડા થઈ ગયા.
`કયામત સે યામત તક`ના શૂટિંગ પહેલા લગ્ન કર્યાં
એવું કહેવાય છે કે જ્યારે આમિરે પ્રથમ વખત લગ્ન કર્યા ત્યારે રીના માત્ર 19 વર્ષની હતી. આમિર અને રીનાએ તેમના લગ્નના સમાચાર ઘણા દિવસો સુધી તેમના પરિવારના સભ્યોથી છૂપાવી રાખ્યા હતા. જ્યારે આમિર `કયામત સે યામત તક`નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના લગ્ન થઈ ગયા હતા. આ ફિલ્મ રિલીઝ થયાના એક વર્ષ પહેલા બંને વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું. બંને પરિવારમાં મતભેદ હોવાથી લગ્ન શક્ય જણાતા ન હતા. ત્યારબાદ એક દિવસ આમિર રીના સાથે કોર્ટ પહોંચ્યો અને રજિસ્ટર્ડ મેરેજ કર્યા બાદ બંને પોતપોતાના ઘરે પરત ફર્યા.
આમિર અને રીનાનાં લગ્નનાં સમાચાર સાંભળીને પિતા બીમાર પડ્યા
એવું કહેવાય છે કે એક દિવસ રીનાની બહેનને શંકા ગઈ અને તેણે તેના પિતાને કહેવાની ધમકી આપી. આ પછી રીના અને આમિર વિશેનું સત્ય પરિવારના સભ્યોની સામે આવ્યું. જોકે, આમિર ખાનના પિતા તાહિર હુસૈનને આ સંબંધમાં કોઈ વાંધો નહોતો અને તેણે તેને પોતાની વહુ તરીકે સ્વીકારી પણ લીધી હતી. કહેવાય છે કે રીનાના પિતા આ સંબંધથી બિલકુલ ખુશ ન હતા. એવું કહેવામાં આવ્યું હતું કે રીનાના પિતા જ્યારે આમિરે તેમની પુત્રી સાથે લગ્ન કર્યા ત્યારે બીમાર પડ્યા હતા. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પરંતુ આમિરે તેના વર્તનથી તેનું દિલ જીતી લીધું હતું. હકીકતમાં, જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે આમિરે તેમની ખૂબ સારી સેવા કરી. જમાઈના વર્તને તેનું દિલ જીતી લીધું.