૨૦૦૫માં આમિર ખાને ફિલ્મમેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યાં અને ૨૦૨૧માં તેની સાથે પણ છૂટાછેડા લઈ લીધા હતા. હવે આમિરના જીવનમાં ગૌરીનું ખાસ સ્થાન છે.
આમિરના બર્થ-ડે પર એક્સ-વાઇફ કિરણે કરી ઇમોશનલ પોસ્ટ, લખ્યું લવ યુ
ઍક્ટર આમિર ખાને હાલમાં તેની ૬૦મી વર્ષગાંઠ પર દુનિયાનો પરિચય તેની લિવ-ઇન પાર્ટનર ગૌરી સ્પ્રેટ સાથે કરાવ્યો. આમિર અને ગૌરી છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ વધારે સમયથી સાથે છે. આમિરે પહેલાં લગ્ન રીના દત્તા સાથે કર્યાં હતાં અને આ લગ્નને કારણે તેને બે સંતાનો જુનૈદ અને ઈરા છે. રીના સાથે ડિવૉર્સ લીધા પછી આમિરે બીજાં લગ્ન કિરણ રાવ સાથે કર્યાં હતાં. આ લગ્નને કારણે તેને એક દીકરો આઝાદ રાવ ખાન છે. આમિર ખાને ૧૯૮૬માં રીના દત્તા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે ૨૦૦૨માં તેમના ડિવૉર્સ થઈ ગયા હતા. ૨૦૦૫માં આમિર ખાને ફિલ્મમેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યાં અને ૨૦૨૧માં તેની સાથે પણ છૂટાછેડા લઈ લીધા હતા. હવે આમિરના જીવનમાં ગૌરીનું ખાસ સ્થાન છે.
જોકે આ સ્થિતિમાં પણ આમિર તેની પૂર્વ પત્નીઓની અત્યંત નિકટ છે અને આ કારણે આમિરની ૬૦મી વર્ષગાંઠે બીજી પત્ની કિરણે કરેલી પોસ્ટ ચર્ચાસ્પદ બની છે. આ પોસ્ટમાં કિરણે ઍક્ટર સાથેના જૂના દિવસોની કેટલીક તસવીરો શૅર કરી અને ‘લવ યુ’ લખ્યું. આ પોસ્ટમાં તેણે આમિર અને પુત્ર આઝાદ સાથેની સુંદર તસવીરો શૅર કરી અને સાથે વિતાવેલી ખુશનુમા પળોને યાદ કરી છે. કિરણે આ પોસ્ટમાં લખ્યું છે કે ‘અમારા જીવનના સૌથી VVVIPને હૅપી બર્થ-ડે. ગળે લગાવવા અને હસવા માટે તેમ જ હંમેશાં અમારો સાથ આપવા માટે આભાર. અમે તને પ્રેમ કરીએ છીએ.’

