આમિર અને રીનાના બે બાળકો જુનૈદ અને ઈરા ખાન છે
આમિર ખાન
આમિર ખાન અઠવાડિયામાં એક વખત તેની એક્સ વાઇવ્સ રીના દત્તા અને કિરણ રાવને મળવાનું ચુકતો નથી. બન્ને પ્રતિ તેને સન્માન છે. આમિર અને રીનાના બે બાળકો જુનૈદ અને ઈરા ખાન છે. રીના સાથે ડિવૉર્સ લીધા બાદ આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને આઝાદ નામનો દીકરો છે. એક પરિવારની જેમ રહેવા વિશે આમિરે કહ્યું કે ‘બન્નેને અપાર શૂભેચ્છા આપુ છું અને તેમનાં પ્રતિ મને અતિશય સન્માન છે. અમે હંમેશાં એક પરિવાર જ રહેવાનાં છીએ. અઠવાડિયામાં એક વખત અમે મળીએ છીએ, પછી ભલે અમે કેટલા પણ બીઝી હોઈએ. એક બીજા માટે અમારા દિલમાં ખૂબ કાળજી, પ્રેમ અને માન છે.’