Aamir Khan reacts to Son’s flop film: જુનૈદના આગામી પ્રોજેક્ટ્સ વિશે પૂછવામાં આવતા, આમિરે જણાવ્યું કે જુનૈદે આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી બીજી ફિલ્મ પૂર્ણ કરી છે. આ ફિલ્મ, જે વર્ષ 2025ના અંતમાં રિલીઝ થવાની છે, તેમાં સાઈ પલ્લવી સાથે જુનૈદ પણ છે.
ખુશી કપૂર જુનૈદ ખાન અને આમિર ખાન (ફાઇલ તસવીર)
બૉલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા અભિનેતા આમિર ખાનની જેમ તેનો દીકરો જુનૈદ ખાન પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીને આગળ વધારવા પ્રયત્નો કરી રહ્યો છે. જેને પગલે અભિનેત્રી ખુશી કપૂર સાથે તેની તાજેતરમાં ‘લવયાપા’ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. જોકે ફિલ્મની વાર્તા રસપ્રદ હોવા છતાં તે બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં અને ફ્લૉપ ગઈ હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તેના દીકરાની પહેલી બૉલિવૂડ ફિલ્મ ફ્લૉપ જશે તેની આમિર ખાનને પણ આની અપેક્ષા નહોતી અને અભિનેતાએ પોતાની નિરાશા વ્યક્ત કરી છે. આ અંગે આમિરે એક પિતા તરીકે પોતાની લાગણીઓ વ્યક્ત કરી.
આમિર નિરાશ થયો
ADVERTISEMENT
આમિરે જણાવ્યું કે જુનૈદની ફિલ્મ સારી ન ચાલી તેનું તેને કેટલું દુઃખ છે. તેણે કહ્યું- કમનસીબે તે ફિલ્મ સારી ચાલી ન હતી. તો મને પણ એ વાતનું ખૂબ દુઃખ છે. આમિરે ભારપૂર્વક જણાવ્યું કે ફિલ્મ અને જુનૈદનો અભિનય બન્ને પ્રશંસનીય છે. અભિનેતાએ કહ્યું કે તેને પોતાના પ્રોજેક્ટ્સ કરતાં લવયાપાની વધુ ચિંતા છે. રિલીઝ પહેલાના દિવસોને યાદ કરતાં, અભિનેતાએ ખુલાસો કર્યો કે તે બારીમાંથી બહાર જોઈને કેવી રીતે ગભરાઈ રહ્યો હતો, તેનું હૃદય ઝડપથી ધબકતું હતું. પિતા હોવાને કારણે, તેણે કહ્યું, "હું દૂરથી જોઈ રહ્યો છું પણ મારું હૃદય ધબકતું હોય છે."
તાજેતરમાં આપેલા એલ ઇન્ટરવ્યૂ દીકરા જુનૈદના આગામી પ્રોજેક્ટ્સ વિશે પૂછવામાં આવતા, આમિરે જણાવ્યું કે જુનૈદે આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી બીજી ફિલ્મ પૂર્ણ કરી છે. આ ફિલ્મ, જે વર્ષ 2025ના અંતમાં રિલીઝ થવાની છે, તેમાં સાઈ પલ્લવી સાથે જુનૈદ પણ છે અને આમિરે તેને એક સારી પ્રેમકથા ગણાવી.
જુનૈદ પાસેથી અપેક્ષાઓ છે
ફિલ્મ ઉદ્યોગના અણધાર્યા સ્વભાવને સ્વીકારતા આમિરે કહ્યું, "આ એક એવું ક્ષેત્ર છે જ્યાં તમારે સફળતા અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે." જોકે, આમિર હજી પણ આશા ગુમાવી રહ્યો નથી અને તેણે જુનૈદની લવચીકતા અને સકારાત્મકતાને તેની મુખ્ય પ્રતિભા તરીકે પ્રકાશિત કરી અને કહ્યું કે આ તેને આગળ વધવામાં મદદ કરશે. ભલે લવયાપા બૉક્સ ઑફિસ પર કમાલ ન કરી શકી, પણ આમિરને ફિલ્મની વાર્તા ખૂબ જ પસંદ આવી અને ખુશી અને જુનૈદને મિક્સ રિએક્શન મળ્યા. બન્નેની લવયાપા કૉમેડી રોમેન્ટિક સ્ટોરી આજની પેઢીના મુશ્કેલ સમયને દર્શાવે છે. `લવયાપા` ખુશી અને જુનૈદ બન્ને માટે બીજી ફિલ્મ હતી, પરંતુ તે પહેલી વાર હતી જ્યારે તેઓ મોટા પડદા પર સાથે જોવા મળ્યા હતા. અગાઉ, જુનૈદે મહારાજ કરી હતી જે OTT પર રિલીઝ થઈ હતી, જ્યારે ખુશી આર્ચીઝમાં જોવા મળી હતી તે પણ ઓનલાઇન જ રિલીઝ થઈ હતી.

