Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાન અને દીકરી ઇરા એકબીજાને નથી સમજી શકતા!? સંબંધ સાચવવા લે છે જોઇન્ટ થેરપી

આમિર ખાન અને દીકરી ઇરા એકબીજાને નથી સમજી શકતા!? સંબંધ સાચવવા લે છે જોઇન્ટ થેરપી

Published : 18 November, 2024 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Aamir Khan on therapy: બૉલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટે ખુલાસો કર્યો કે તે અને દીકરી ઇરા ખાન છેલ્લા ઘણા સમયથી જોઇન્ટ થેરપી લઈ રહ્યાં છે

ઇરા ખાન અને આમિર ખાનની ફાઇલ તસવીર

ઇરા ખાન અને આમિર ખાનની ફાઇલ તસવીર


આમિર ખાન (Aamir Khan) બૉલિવૂડ (Bollywood)નો સૌથી પ્રતિભાશાળી અભિનેતા છે અને તેને મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. આમિર ખાને પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જો કે પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ સફળ રહેલા અભિનેતાનું અંગત જીવન એટલું સરળ નથી. આમિર બે છૂટાછેડામાંથી પસાર થયો છે સાથે જ તેના તેની પુત્રી ઇરા ખાન (Ira Khan) સાથેના સંબંધો પણ સારા રહ્યા નથી. તાજેતરમાં આમિર ખાને ખુલાસો કર્યો હતો કે તે અને ઇરા જોઈન્ટ થેરપી (Aamir Khan on therapy) લઈ રહ્યાં છે.


તાજેતરમાં આમિર ખાને એક એવો ખુલાસો કર્યો છે જેનાથી તેના ફેન્સ ચોંકી ઉઠ્યા છે. આમિરે કહ્યું કે, તે તેની પુત્રી ઇરા ખાન સાથે એક ખાસ પ્રકારની થેરપી લઈ રહ્યો છે, જેના કારણે પિતા-પુત્રીના સંબંધોને મજબૂત કરી શકે છે. આ સિવાય સુપરસ્ટારે લોકોને થેરપી અંગે સલાહ પણ આપી છે. આવો જાણીએ શું કહ્યું આમિર ખાને.



આજના સમયમાં, એવું જોવા મળે છે કે, લોકો માનસિક શાંતિ અને અન્ય ઘણા કારણોસર સ્પેશ્યલ થેરપીની મદદ લે છે. હવે સુપરસ્ટાર આમિર ખાને પણ કહ્યું છે કે તે તેની પુત્રી ઇરા ખાન સાથેના સંબંધો સુધારવા માટે ઉપચાર પણ લઈ રહ્યો છે. તાજેતરમાં, આમિરે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix)ના પોડકાસ્ટમાં માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કરી હતી. આમિર ખાને કહ્યું કે, ‘હું મારી પુત્રી ઇરા સાથે જોઈન્ટ થેરપી લઈ રહ્યો છું. અમારા સંબંધોમાં પરસ્પર જે પણ સમસ્યાઓ છે તેના ઉકેલ માટે હું કામ કરી રહ્યો છું. પહેલા હું આનાથી થોડો અસ્વસ્થ હતો, પરંતુ હવે હું સમજું છું કે તે કેટલું મહત્વપૂર્ણ છે. હું લોકોને કહેવા માંગુ છું કે ચિકિત્સકને મળવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. આ કંઈ અત્યારથી શરુ નથી કર્યું, અમે બંને છેલ્લા ઘણા વર્ષોથી થેરાપિસ્ટ પાસે જઈએ છીએ. તે તદ્દન શક્તિશાળી અને અસરકારક સાબિત થઈ રહ્યું છે.’


એટલું જ નહીં, આમિરે સ્વીકાર્યું કે ભલે તે પોતાની જાતને બુદ્ધિશાળી અને સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ માને છે, પરંતુ થેરપીથી તેને તેના મનને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી છે. અભિનેતાએ એમ પણ કહ્યું કે, માત્ર બુદ્ધિ અથવા જીવનનો અનુભવ પ્રશિક્ષિત ચિકિત્સકના માર્ગદર્શનને બદલી શકતો નથી, કારણ કે તેઓ મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે. તેણે એમ પણ કહ્યું કે ભારતમાં લોકો ઘણી વાર ઉપચારને અલગ રીતે જુએ છે, તેને માનસિક બીમારી સાથે સાંકળે છે.

આ સિવાય આમિરની દીકરી ઇરા ખાને પણ કહ્યું છે કે, થેરપી માતા-પિતા સાથેના સંબંધોમાં સંતુલન જાળવવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.


તમને જણાવી દઈએ કે, ઇરા ખાન અને જુનૈદ ખાન (Junaid Khan) આમિર ખાન અને તેની પૂર્વ પત્ની રીના દત્તા (Reena Dutta)ના બાળકો છે. આમિર અને રીનાએ વર્ષ ૨૦૦૨માં છૂટાછેડા લીધા હતા. આમિરને તેની બીજી પૂર્વ પત્ની કિરણ રાવ (Kiran Rao)થી એક પુત્ર આઝાદ રાવ ખાન (Azad Rao Khan) છે. આમિર અને કિરણે જુલાઈમાં અલગ થવાની જાહેરાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2024 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK