Aamir Khan On The Great Indian Kapil Show: અભિનેતા આમિર ખાને કપિલના શોમાં કર્યો ખુલાસો, પંજાબમાં થયેલા અનુભવ શૅર કર્યા
આમિર ખાનની ફાઇલ તસવીર
બૉલિવૂડ (Bollywood) નો મિસ્ટર પર્ફેક્ટનિશ અભિનેતા આમિર ખાન (Aamir Khan) આજકાલ કૉમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) ના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ (The Great Indian Kapil Show) માં આવવાને કારણે ચર્ચામાં છે. આ પહેલીવાર છે જ્યારે આમિર ખાન કૉમેડિયનના શોમાં પહોંચ્યો છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં પહોંચેલા આમિર ખાને પોતાની પ્રોફેશનલ લાઈફ અને અંગત જીવન સાથે જોડાયેલી (Aamir Khan On The Great Indian Kapil Show) ઘણી બાબતો વિશે વાત કરી અને આ દરમિયાન તેણે મુસ્લિમ હોવા છતાં હાથ જોડીને લોકોને મળવાનું કારણ સમજાવ્યું છે.
આમિર ખાન મુસ્લિમ હોવા છતા હંમેશા ‘આદાબ’ને બદલે હાથ જોડીને ‘નમસ્તે’ કરતો જોવા મળે છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં આમિર ખાને ખુલાસો કર્યો કે, તેણે પંજાબ (Punjab) ના લોકો પાસેથી નમસ્તેની તાકાત શીખી છે. અભિનેતાએ કહ્યું કે, આ એક વાર્તા છે જે મારી ખૂબ નજીક છે. અમે ‘રંગ દે બસંતી’ (Rang De Basanti) નું શૂટિંગ પંજાબમાં કર્યું હતું અને મને ત્યાં ખૂબ ગમ્યું હતું. ત્યાંના લોકો, પંજાબી સંસ્કૃતિ પ્રેમથી ભરપૂર છે. તેથી જ્યારે અમે દંગલ (Dangal) ના શૂટિંગ માટે ગયા ત્યારે તે એક નાનકડું ગામ હતું જ્યાં અમે શૂટિંગ કરી રહ્યા હતા. અમે તે જગ્યાએ અને તે ઘરમાં બે મહિનાથી વધુ સમય સુધી શૂટિંગ કર્યું. તમે વિશ્વાસ નહીં કરો, પણ જ્યારે હું સવારે પાંચથી છ વાગ્યાની આસપાસ ત્યાં પહોંચતો ત્યારે મારી કાર આવતાં જ લોકો તેમના ઘરની બહાર હાથ જોડીને ઊભા રહેતા અને મને આવકારવા `શસ્ત્રીયાકાલ` કહેતા. તેઓ માત્ર મારા સ્વાગત માટે રાહ જોઈ રહેતા. તેઓએ મને ક્યારેય હેરાન કર્યો નથી, મારી કાર ક્યારેય રોકી નથી, મારા પેક-અપ પછી, જ્યારે હું પાછો ફર્યો, ત્યારે તેઓ ફરીથી તેમના ઘરની બહાર ઉભા રહેતા અને મને શુભ રાત્રિની શુભેચ્છા પાઠવતા.
ADVERTISEMENT
આમિર ખાને આગળ કહ્યું કે, હું મુસ્લિમ પરિવારમાંથી છું. મને નમસ્તેમાં હાથ જોડવાની આદત નથી. મને હાથ ઊંચો કરીને આદાબ કહેવાની આદત છે. પંજાબમાં એ અઢી મહિના વિતાવ્યા પછી મને `નમસ્તે`ની તાકાતનો અહેસાસ થયો. આ એક અદ્ભુત લાગણી છે. પંજાબમાં લોકો દરેક સાથે દયાળુ છે અને કદના આધારે ભેદભાવ નથી કરતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન ટૂંક સમયમાં ‘મહાભારત’ (Mahabharata) પર ફિલ્મ બનાવવાનો છે. આમિર ખાન અને નિર્દેશક એસએસ રાજામૌલી (S. S. Rajamouli) આ ફિલ્મ એકસાથે બનાવશે. આ સિવાય આમિર ખાન `લાહોર 1947` (Lahore 1947) પ્રોડ્યુસ કરશે. આમિર ખાન સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી શકે છે.

