આમિર ખાન ટૉકીઝ નામના આ માધ્યમથી તે પોતાના જીવનની સ્પેશ્યલ સ્ટોરીઝ જણાવશે
આમિર ખાન
આમિર ખાન છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. ૨૦૨૨માં તેની છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થઈ હતી અને એ પછી તેની કોઈ જ ફિલ્મ નથી આવી. આ સંજોગોમાં આમિર ખાને એક મોટી જાહેરાત કરી છે. તે નજીકના ભવિષ્યમાં પોતાની એક યુટ્યુબ ચૅનલ લઈને આવી રહ્યો છે.
આમિર ખાનના હોમ-પ્રોડક્શન આમિર ખાન પ્રોડક્શન્સે પોતાની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ ‘આમિર ખાન ટૉકીઝ’ લૉન્ચ કરી છે જેના પર એક્સક્લુઝિવ કન્ટેન્ટ દર્શાવવામાં આવશે. આ કન્ટેન્ટમાં ક્યારેય જાહેર ન થયેલી બિહાઇન્ડ ધ સીન્સ વાતો અને સ્પેશ્યલ સ્ટોરીઝ દર્શાવવામાં આવશે. આ ચૅનલ પર આમિર પોતાની કરીઅર વિશે માહિતી આપશે.
ADVERTISEMENT
View this post on Instagram
આ યુટ્યુબ ચૅનલ વિશે આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું હંમેશાં એવું પ્લૅટફૉર્મ ઇચ્છતો હતો જેના માધ્યમથી હું મારી વાત લોકો સુધી પહોંચાડી શકું. આ ચૅનલ પર અલગ-અલગ ડિરેક્ટર્સ પોતાના વિચાર રજૂ કરી શકશે. હું ઘણા સમયથી એવા માધ્યમની શોધમાં હતો જેની મદદથી હું જે કહેવા માગું છું એ દર્શકોની સામે અભિવ્યક્ત કરી શકું અને અમારી વચ્ચે કોઈ જ ન હોય. આ રીતે હું લોકોના વિચારો પણ જાણી શકીશ.’

