આ સ્ટાર્સની જોડી સિકંદર બનવાની શરૂ થઈ ત્યારથી જ તેમની વચ્ચેના ૩૧ વર્ષના ઉંમરના તફાવતને કારણે ચર્ચામાં છે
સલમાન ખાન, રશ્મિકા મંદાના
સલમાન ખાનની ‘સિકંદર’ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ પછી સલમાન ખાન, રશ્મિકા મંદાના અને ફિલ્મના ડિરેક્ટર એ. આર. મુરુગાદોસ પ્રમોશનમાં વ્યસ્ત છે. એ ત્રણેય રવિવારે સાંજે મુંબઈમાં સાથે જોવા મળ્યાં હતાં. તેમના એ સમયના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. જોકે તેમની એક ક્લિપ વાઇરલ થઈ છે જે ચર્ચાનો મુદ્દો બની છે.
આ વિડિયોમાં સલમાન ફોટોગ્રાફરોને પોઝ આપે છે જ્યારે રશ્મિકા પોતાની કારમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતી હોય છે. જોકે તે બહાર નીકળે એ પહેલાં સલમાન તેને અચાનક હાથ પકડીને પોતાની તરફ ખેંચી લે છે એને લીધે તેને આંચકો લાગે છે. આ વિડિયો જોઈને લોકો ઇન્ટરનેટ પર સલમાનના વર્તન વિશે નેગેટિવ કમેન્ટ કરી રહ્યા છે. તેમણે સલમાનના આ વર્તનને અપમાનજનક ગણાવ્યું છે. જોકે કેટલાક ફૅન્સે વળતી દલીલ કરી છે કે રશ્મિકાને પગમાં વાગ્યું છે એટલે સલમાન તેને મદદ કરી રહ્યો છે.
ADVERTISEMENT
સલમાન અને રશ્મિકાની જોડી ‘સિકંદર’ બનવાની શરૂ થઈ ત્યારથી જ તેમની વચ્ચેના ૩૧ વર્ષના ઉંમરના તફાવતને કારણે ચર્ચામાં છે. જોકે આ વિવાદ પર સલમાને કહી દીધું હતું કે જો રશ્મિકાના પપ્પાને સમસ્યા નથી તો લોકોને શું તકલીફ છે.

