સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મો માટે જાણીતા છે
સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલીનું કહેવું છે કે તેમને માટે મહિલાનું સ્ટ્રૉન્ગ પાત્ર હોવું ખૂબ જરૂરી છે. સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મો માટે જાણીતા છે. તેઓ હવે તેમના પ્રોડક્શન-હાઉસ દ્વારા ‘હીરામંડી’ લઈને ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. આ શોને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. એમાં સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, મનીષા કોઇરાલા, રિચા ચઢ્ઢા, સંજિદા શેખ અને શરમીન સેહગલ જોવા મળી રહ્યાં છે. આ શોનું ટીઝર અને પોસ્ટર ગઈ કાલે શૅર કરવામાં આવ્યું હતું. આ સિરીઝ વિશે નેટફ્લિક્સના કો-સીઈઓ ટેડ સેરેન્ડોસ સાથે કરેલી વાતચીતમાં સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે ‘મનીષાની ‘ખામોશી’ હોય, જે તેના શારીરિક રીતે અક્ષમ પેરન્ટની કાળજી લેતી હોય, ‘હમ દિલ દે ચુકે સનમ’ની નંદિની હોય જેનામાં પોતાના પ્રેમ અને પસંદને ફૉલો કરવાની હિમ્મત હોય, ‘બાજીરાવ મસ્તાની’ની મસ્તાની હોય કે પછી ‘બ્લૅક’ની રાની કેમ ન હોય, મારા માટે હંમેશાં મહિલાઓનાં પાત્રો સ્ટ્રૉન્ગ અને મહત્ત્વનાં રહ્યાં છે, કારણ કે એને કારણે સ્ટોરી વધુ જોરદાર બને છે. મારા દરેક પ્રોજેક્ટમાં મહિલાનું પાત્ર સ્ટ્રૉન્ગ હોવું મારા માટે જરૂરી છે. જો મારી પાસે મસ્તાની ન હોત તો હું ‘બાજીરાવ મસ્તાની’ ન બનાવી શક્યો હોત.’