એ. આર. રહમાનના બૅન્ડની મ્યુઝિશ્યન મોહિની ડેએ પણ તેના પતિ માર્ક સાથે છૂટાછેડાની જાહેરાત કરી દીધી હતી.
મોહિની ડે
જગવિખ્યાત સંગીતકાર અને ગાયક એ. આર. રહમાને તેની પત્ની સાયરા સાથે છૂટાછેડાની મંગળવારે જાહેરાત કર્યાના થોડા કલાક બાદ એક આશ્ચર્યજનક ઘટનામાં એ. આર. રહમાનના બૅન્ડની મ્યુઝિશ્યન મોહિની ડેએ પણ તેના પતિ માર્ક સાથે છૂટાછેડાની જાહેરાત કરી દીધી હતી.
એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં મોહિની ડેએ જણાવ્યું હતું કે હું મારા પતિ સાથેનું લગ્નજીવન તોડી રહી છું. મોહિની ડેએ એ. આર. રહમાન સાથે વિશ્વભરમાં ૪૦થી વધારે શો કર્યા છે અને ૨૦૨૩ના ઑગસ્ટમાં તેણે પોતાના નામનું પહેલું આલબમ રિલીઝ કર્યું હતું.
ADVERTISEMENT
એ. આર. રહમાન સિવાય મોહિની ડેએ મહાન કલાકારો જેવા કે ઝાકિર હુસેન, રણજિત બારોટ, સ્ટીવ વાઇ અને ગુથ્રે ગોવાન સાથે પણ કામ કર્યું છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સૌથી સારી બાસ કલાકાર તરીકે જાણીતી છે. તેને માટે સંગીત જ પૅશન છે અને ખૂબ જ યુવા વયે તેણે આ સાધના શરૂ કરી હતી. તેના દિવંગત પિતા સુજૉય ડેએ તેને ટ્રેઇનિંગ આપી હતી અને તેની કરીઅર ઘડવામાં મદદ કરી હતી.