લોકોને વિકી અને કૅટરિનાની જોડી ખૂબ પસંદ પડે છે
વિકી કૌશલ
વિકી કૌશલે તેની વાઇફ કૅટરિના કૈફની ભારોભાર પ્રશંસા કરી છે. આ બન્નેએ ૨૦૨૧માં રાજસ્થાનમાં ડિસેમ્બરમાં લગ્ન કર્યાં હતાં. ૨૦૧૯થી બન્ને રિલેશનમાં હતાં. બન્ને સોશ્યલ મીડિયામાં એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરતાં હોય છે. વિકી કૌશલ એક અનટાઇટલ્ડ રોમૅન્ટિક-કૉમેડીમાં સારા અલી ખાન સાથે દેખાવાનો છે. સાથે જ તે મેઘના ગુલઝારની ‘સૅમ બહાદુર’માં દેખાશે. કૅટરિના ‘ટાઇગર 3’માં સલમાન ખાન સાથે દેખાવાની છે. કૅટરિનાની પ્રશંસા કરતાં વિકીએ કહ્યું કે ‘મારું માનવું છે કે વ્યક્તિ જ્યારે પ્રેમમાં હોય છે તો તેનું બેસ્ટ વર્ઝન દેખાઈ આવે છે અને મને લાગે છે કે મારામાંથી પણ એ જ વસ્તુ બહાર આવી છે. હું મારી વાઇફને ખૂબ પ્રેમ કરું છું. મારા પરિવારને પણ પ્રેમ કરું છું. લાઇફ સાથે પણ મને પ્રેમ થઈ ગયો છે. કદાચ એ જ વસ્તુ બહાર આવી છે અને એ જ પ્રેમ દર્શકો સુધી પણ પહોંચે છે.’
લોકોને વિકી અને કૅટરિનાની જોડી ખૂબ પસંદ પડે છે. તેઓ હંમેશાં તેમની કેમિસ્ટ્રીની પ્રશંસા કરતા હોય છે. એથી તેમનો આભાર વ્યક્ત કરતાં વિકીએ કહ્યું કે ‘લોકો જે પ્રકારે પ્રશંસા કરે છે એનો હું આભારી છું. હું પણ સામાન્ય વ્યક્તિ જ છું, પરંતુ લોકોના પ્રેમાળ શબ્દો સાંભળવા મળે છે તો ખુશી થાય છે. એ ખરેખર સારું અને પ્રેરણાદાયી છે.’