નવાઝુદ્દીન સિદ્દીકી અને નૂપુર સૅનનની ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ ‘નૂરાની ચેહરા’ રાખવામાં આવ્યું છે. નૂપુરે અક્ષયકુમારના ગીત ‘ફિલહાલ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી.
જોઈ લો ‘નૂરાની ચેહરા’ને
નવાઝુદ્દીન સિદ્દીકી અને નૂપુર સૅનનની ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ ‘નૂરાની ચેહરા’ રાખવામાં આવ્યું છે. નૂપુરે અક્ષયકુમારના ગીત ‘ફિલહાલ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ક્રીતિ સૅનનની બહેન નૂપુરની બૉલીવુડમાં આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે હોવાથી શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ક્વર્કી લવ સ્ટોરી છે જેમાં એક સોશ્યલ મેસેજ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મને નવનિયત સિંહ દ્વારા ડિરેક્ટ અને પૅનોરમા સ્ટુડિયોઝ, વાઇલ્ડ રિવર પિક્ચર્સ અને પલ્પ ફિક્શન એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ વિશે નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે ‘આપણી સોસાયટીમાં એક ખૂબ જ મોટી ગેરસમજ છે અને એના પર આ ફિલ્મ દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે.’
આ વિશે નવનિયત સિંહે કહ્યું હતું કે ‘બધું જે રીતે સમુંસૂતરું પાર પડ્યું એને લઈને મને ઘણી ખુશી છે. મને સ્ટોરી ખૂબ જ પસંદ પડી છે. તેમ જ નવાઝ અને નૂપુરને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ પડી હોવાથી હું ઉત્સાહી છું. તેઓ એક અનોખું કપલ છે અને તેઓ એકમેક માટે પર્ફેક્ટ છે એની આ સ્ટોરી છે. વૅલેન્ટાઇન્સ ડે હોવાથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે એ બેસ્ટ છે.’