ZNMDની સિક્વલ બનશે પણ...
જિંદગી ના મિલેગી દોબારા
ઝોયા અખ્તરે પોતાની હિટ ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારાની સિક્વલ બનાવવાની તૈયારી દર્શાવી છે. જો કે, આ સિક્વલ બનાવવા માટે ઝોયા અખ્તરે એક શરત રાખી છે.
એક ઈવેન્ટ દરમિયાન જ્યારે ઝોયા અખ્તરને જિંદગી ન મિલેગી દોબારાની સિક્વલ અંગે સવાલ પૂછાયો ત્યારે તેમણે કહ્યું કે મારી પણ ઈચ્છા છે. ફિલ્મના બધા જ એક્ટર્સ સાથે ફરી કામ કરવા ઈચ્છું છું. મેં લાંબા સમયથી ઋતિક રોશન અને ફરહાન અખ્તર સાથે ZNMD બાદ કામ જ નથી કર્યું. મારે આ બધા જ એક્ટર્સ સાથે કામ કરવું છે, પરંતુ સિક્વલ તરીકે નહીં.
ADVERTISEMENT
જિંદગી ના મિલેગી દોબારા
ઝોયા અખ્તરનું કહેવું ચે કે મારે ફક્ત પૈસા માટે આ ફિલ્મ નથી બનાવવી. જો સ્ટોરી સારી હશે તો જ હું આગળ કામ કરીશ. મારે ફક્ત સિક્વલ નથી બનાવવી. મારે એવી ફિલ્મ બનાવવી છે કે જેમણે પહેલો ભાગ ન જોયો હોય તે બીજો ભાગ જુએ તો પણ સમજાઈ જાય. મને ફ્રેંચાઈઝ નથી કરવી. કંઈક મારી પાસે કહેવાની વાત હોય, ત્યારે કહીશ. કારણકે તે મારી માટે ખૂબ જ સ્પેશિયલ હશે.
આ પણ વાંચો : Narendra Modi Biopic:આ ટીવી એક્ટ્રેસ કરશે જશોદાબેનનો રોલ
ઉલ્લેખનીય છે કે હાલ ઝોયા અખ્તર ગલી બૉયના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગલી બૉય ધારાવીના અંડરગ્રાઉન્ડ રેપર્સની જિંદગી પર આધારિત ફિલ્મ છે.

