રામ રહીમ પર બનતી સિરીઝમાં રેસલરમાંથી ઍક્ટર બનેલા સંગ્રામ સિંહની એન્ટ્રી
ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ એમએક્સ પ્લેયર માટે કથિત બાબા ગુરમીત રામ રહીમ સિંહ પર બની રહેલી સિરીઝમાં વધુ એક ઇન્ટરેસ્ટિંગ નામ ઉમેરાયું છે એ છે સંગ્રામ સિંહનું.
ગંગાજલ, રાજનીતિ અને અપહરણના ડિરેક્ટર પ્રકાશ ઝા આ સિરીઝનું ડિરેક્શન સંભાળી રહ્યા છે અને એમાં મુખ્ય પાત્રમાં બોબી દેઓલ છે અને તેની સાથે સચિન શ્રોફ તથા અનુપ્રિયા ગોએન્કા સહિતના કલાકારો છે. આ વેબ-સિરીઝનું શૂટિંગ ઑલરેડી ચાલી રહ્યું છે એવામાં હરિયાણાનો રેસલર જે બાદમાં ઍક્ટર અને મોટિવેશનલ સ્પીકર બન્યો છે એ સંગ્રામ સિંહ એમાં જોડાયો છે. સંગ્રામ સિંહ સર્વાઇવર ઇન્ડિયા, બિગ બૉસ 7, નચ બલિયે 7 જેવા રિયલિટી શોમાં દેખાઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
હાલ રેપ અને હત્યાના ગુના બદલ આજીવન કેદની સજા કાપી રહેલા કથિત બાબા રામ રહીમ અને તેની સંસ્થા ડેરા સચ્ચા સૌદાની આસપાસ આ પૉલિટિકલ સટાયર સિરીઝની વાર્તા રજૂ કરવામાં આવશે.

