આર્મીમાં મહિલા કમાન્ડર જરૂરી છે : શૂજિત સરકાર
શૂજિત સરકારનું કહેવું છે કે ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સમાં મહિલાઓને કમાન્ડર્સ તરીકે પસંદ કરવા જોઈએ. જાતિય સમાનતાને લઈને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શૂજિત સરકારે લખ્યું હતું કે ‘આર્મી, એરફોર્સ અને નેવીના દરેક પૂરુષનો હું ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. જો તમે ખરેખર મહિલાઓને સમાન ગણતા હો તો તમને કમાન્ડ કરવા માટે તેમને પૂરતી તક અને સન્માન આપો. કોઈ પણ યુનિટ અથવા તો બટાલિયનને કમાન્ડ કરવા માટે મહિલાઓ લાયક છે અને તેમનો એ હક પણ છે.’
તેના આ સ્ટેટમેન્ટ પર એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ કરી હતી કે શું તે પોતે તેની આ સલાહને અનુસરે છે અને તેની હિરોઇનને પણ તે એક સરખા પૈસા આપે છે. આ વિશે શૂજિત સરકારે જવાબ આપ્યો હતો કે ‘મારી ‘પિકૂ’માં સૌથી વધુ પૈસા દીપિકાને મળ્યાં હતાં. ‘પિકૂ’માં દીપિકાને મારા કરતાં વધુ પૈસા મળ્યાં હતાં. આ પરથી બે વાત નક્કી થાય છે, પહેલી કે તે મારા કરતા વધુ મહત્ત્વની છે અને બીજી કે તેના માટે મારે મારી ફી મારે ઘટાડવી પડી હતી કારણ કે હું આટલા વર્ષથી કામ કરી રહ્યો હોવા છતાં મને એટલી કિંમત નથી મળતી.’