પૉલિટિક્સમાં એન્ટર થવાનો કોઈ ઈરાદો નથી સુનીલ શેટ્ટીનો
સુનીલ શેટ્ટી
પૉલિટિક્સમાં એન્ટ્રી કરવાનો સુનીલ શેટ્ટીનો કોઈ ઇરાદો નથી. બૉલીવુડમાં ઘણી સેલિબ્રિટીઝ પૉલિટિક્સમાં છે અને ઘણી હાલમાં જોડાઈ છે. એમાં સૌથી લેટેસ્ટ નામ સની દેઓલનું છે. આ વિશે પૂછતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘જો મારે પૉલિટિક્સમાં એન્ટ્રી કરવી હોત તો મેં મારી યુવાનીનાં વર્ષોમાં કરી હોત. મારું માનવું છે કે પૉલિટિક્સમાં યુવાન અને એકદમ ડાયનૅમિક હોય એવી વ્યક્તિએ એન્ટર થવું જોઈએ. આપણા દેશમાં ઘણા યુવાન અને ડાયનૅમિક પૉલિટિશ્યન છે જેઓ સહેલાઈથી ઍડ્જસ્ટ થઈ જાય છે, પરંતુ હું એ નથી કરી શકતો. જો કોઈ મારા વિશે નેગેટિવ વાત કરે તો એ મારી સાથે વર્ષો સુધી રહે છે. જો હું પૉલિટિશ્યન બન્યો અને વિરોધ પક્ષ દ્વારા મારી ટીકા કરવામાં આવી તો મને એ નહીં ગમે. એટલે હું એનાથી દૂર રહું છું. હું હેલ્થી અને ફિટ રહેવામાં માનું છું. હું મારા હેલ્થના પૉલિટિક્સને મૅનેજ કરવામાં માનું છું.’
ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે અહાન અને અથિયાને મેન્ટલી સ્ટ્રૉન્ગ રહેવાની સલાહ આપી છે સુનીલ શેટ્ટીએ
ADVERTISEMENT
સુનીલ શેટ્ટીનું કહેવું છે કે તેણે તેમનાં બાળકો હાન અને અથિયાને મેન્ટલી સ્ટ્રૉન્ગ બનવાની સલાહ આપી છે. અહાન અને અથિયા બૉલીવુડમાં જે રીતે તેમની કરીઅર પર કામ કરી રહ્યાં છે એનાથી સુનીલ શેટ્ટી ખુશ છે. ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે બાળકોને શું સલાહ આપી હતી એ વિશે પૂછતાં સુનીલે કહ્યું હતું કે ‘મને મારાં બન્ને કિડ્સ પર ઘણો ગર્વ છે. તેઓ તેમના કામની અને અન્ય વ્યક્તિઓની ખૂબ જ રિસ્પેક્ટ કરે છે. તમારી આંખ પર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તમે બે સેકન્ડ જોઈ નથી શકતા. આથી મેં તેમને હંમેશાં કહ્યું છે કે તેમણે કામ અને લોકોની રિસ્પેક્ટ કરવી. નિષ્ફળતાનો સામનો કરવા માટે મેં તેમને મેન્ટલી સ્ટ્રૉન્ગ રહેવાની સલાહ આપી છે. સફળતાથી કોઈ પ્રૉબ્લેમ નથી થવાનો.’
આ પણ વાંચો : આ એક્ટરને ડેટ કરી રહી છે પ્રિયા પ્રકાશ વૉરિયર ?
અથિયાને ‘હીરો’ દ્વારા ૨૦૧૫માં સલમાન ખાને લૉન્ચ કરી હતી. તે હવે નવાઝુદ્દીન સિદ્દીકીની ‘મોતીચૂર ચકનાચૂર’માં કામ કરી રહી છે. આ વિશે વધુ જણાવતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘અથિયાએ એવું કોઈ પણ કામ નથી કરવું જે કન્ટ્રોવર્શિયલ હોય. તે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને ડિગ્નિટી સાથે આગળ લઈ જઈ રહી છે. તેની આગામી ફિલ્મ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ ફિલ્મમાં ઍક્ટર્સ અને તેમની ટૅલન્ટને તમે જોઈ શકશો.’