ભાજપ છોડવાનો નિર્ણય તેમણે ઘણા સમય પહેલાં લેવો જોઈતો હતોઃસોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાનું કહેવું છે કે તેના પિતા શત્રુઘ્ન સિંહાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ઘણા લાંબા સમય પહેલાં છોડી દેવી જોઈતી હતી. સોનાક્ષીનું માનવું છે કે ભાજપમાં લાલ કૃષ્ણ અડવાણીને પણ જોઈએ એટલો રિસ્પેક્ટ આપવામાં નથી આવી રહ્યો. સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના સમયથી શત્રુઘ્ન સિંહા ગ્થ્ભ્ સાથે જોડાયેલા છે. શત્રુઘ્ન સિંહાએ ૨૮ માર્ચે ગ્થ્ભ્ છોડીને કૉન્ગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેમનું માનવું છે કે ભાજપમાં હવે પહેલાં જેવી લોકશાહી નથી રહી અને તેઓ ડિક્ટેટરશિપમાં માને છે. છ એપ્રિલથી શરૂ થઈ રહેલી નવરાત્રિના સમય દરમ્યાન તેઓ કૉન્ગ્રેસને જોઇન કરશે. તેમના આ નર્ણિય વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ભાજપમાં જે રિસ્પેક્ટ મળવો જોઈએ એ નથી મળતો અને મારા પપ્પાએ નર્ણિય ખૂબ જ મોડો લીધો છે. તેમણે ઘણા સમય પહેલાં આ નર્ણિય લેવો જોઈતો હતો. તમે જે જગ્યાએ કામ કરતા હો ત્યાં તમે ખુશ ન હો તો ત્યાં બદલાવ લાવવાની જરૂર છે. તેમણે એ જ કર્યું છે. હું એવી આશા રાખું છું કે મારા પપ્પાએ કરેલા કૉન્ગ્રેસ સાથેના નવા જોડાણમાં તેઓ સારું કામ કરે અને તેમને દબાવવામાં આવી રહ્યા હોય એવું મહેસૂસ ન થાય.’

