Smriti Iraniને FaceAppChallengeની નથી જરૂર, જાણો એકતા કપૂરે શું કહ્યું
સ્મૃતિ ઈરાની
સોશિયલ મીડિયા પર ઘણા લોકો એક્ટિવ રહે છે. ખાસ કરીને ફિલ્મી સ્ટાર્સ પોતાની ફિલ્મોથી જોડાયેલી અપડેટ્સ આપવાની સાથે પોતાના ફૅન્સથી વાતચીત કરવા માટે એનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે વધારે સેલેબ્સ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. અને હવે જ્યારે વાત આવે છે સોશિયલ મીડિયા પર ચાલનારી કોઈ ચેલેન્જની તો એમા પણ તેઓ પાછળ નથી. કેટલાક દિવસથી ફેસએપચેલેન્જ (#Face App Challenge) ચાલી રહી છે જે વધારે સેલેબ્સે એક્સેપ્ટ કરી અને પોતાની તસવીરોને સોશિયલ મીડિયા પર શૅર પણ કરી.
હવે સ્મૃતિ ઈરાનીએ પણ હાલમાં જ પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. પરંતુ એણે એપનો ઉપયોગ ન કરતા પોતાનો પોપ્યુલર શૉ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી (Kyunki saas bhi kabhi bahu thi)થી પોતાની તસવીરને પોસ્ટ કરી છે જેમાં એની ઉંમર વધારે દેખાઈ રહી છે.
ADVERTISEMENT
સ્મૃતિએ તસવીરને શૅર કરતા લખ્યું છે કે એકતા કપૂરે ફેસએપચેલેન્જ પહેલા જ આ કરીને બતાવી દીધું.
આગળ એકતા કપૂરે સ્મૃતિની પોસ્ટ પર કમેન્ટ કરી અને લખ્યું તમે એક બૉસની જેમ આ રોલને ભજવી હતી. આ ત્રીજી લીપ હતી. સ્મૃતિએ જવાબ આપતા લખ્યું કે હું ભૂલી ગઈ આમા ઘણા બધા લીપ હતા.
આ પણ વાંચો : Priyal Gor: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ
જણાવી દઈએ કે એકતા કપૂરનો શૉ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી (Kyunki saas bhi kabhi bahu thi)માં સ્મૃતિ ઈરાનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એમાં સ્મૃતિના રોલ અને અભિનયને ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

