સલમાન ખાન, સોનાક્ષી સિંહા સાથે બર્થ-ડે મનાવ્યો સઈ માંજરેકરે
સઈ માંજરેકરે તેનો ૧૮મો બર્થ ડે તેનાં પેરન્ટ્સ મહેશ માંજરેકર, મેધા માંજરેકરની અને સલમાન ખાન તેમ જ સોનાક્ષી સિંહા સાથે સેલિબ્રેટ કર્યો હતો. સઈનો જન્મ ૨૦૦૧ની ૨૪ ડિસેમ્બરે થયો હતો. શુક્રવારે રિલીઝ થયેલી ‘દબંગ 3’ દ્વારા તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. કૅક કટિંગનો વિડિયો સઇએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. વિડિયોમાં સલમાન અને મહેશ માંજરેકર કૅન્ડલ સળગાવતાં જોવા મળ્યા હતાં. સઈ અને સોનાક્ષી બ્લેક ડ્રેસમાં ખૂબ ગ્લેમરસ દેખાઈ રહી છે. કૅક કટિંગ બાદ સલમાન અને સઈએ ‘દબંગ 3’નાં મુન્ના બદનામ ગીત પર ડાન્સ કર્યો હતો. સઈની બર્થ ડે પાર્ટીમાં અરબાઝ ખાન, તેનો દીકરો અરહાન ખાન, સોહેલ ખાનનો દીકરો નિર્વાણ ખાન, યુલિયા વૅન્ટુર, આયુષ શર્મા અને અલ્વિરા અગ્નિહોત્રી પણ હાજર રહ્યા હતાં.

