રિશી કપૂરની ફરી તબિયત બગડતાં મુંબઈની હૉસ્પિટલમાં દાખલ
રિશી કપૂરની તબિયત બગડતાં તેમને મુંબઈની એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશનમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ વિશે રિશી કપૂરે જણાવ્યુ હતું કે તેઓ ઘણા દિવસોથી દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યા હોવાથી પ્રદૂષણને કારણે તેમની તબિયત બગડી હતી. ત્યાર બાદ તેઓ મુંબઈ હાલમાં જ પાછા ફર્યા હતા. જોકે ફરીથી તેમની તબિયત બગડતાં તેમને નીતુ કપૂર અને રણબીર કપૂર સારવાર માટે હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. જોકે તબિયત બગડવાનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું.

