પાવરફુલ રોલ કરવામાં જરા પણ રસ નથી પંકજ ત્રિપાઠીને
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીએ કહ્યું છે કે તેને પાવરફુલ રોલ કરવામાં જરા પણ રસ નથી. તેને તો એવાં પાત્રો ભજવવાં ગમે છે જેને ઓળખ ન પણ મળે તોય ચાલે. આ વિશે વધુ જણાવતાં પંકજે કહ્યું હતું કે ‘મને દમદાર પાત્રો ભજવવામાં જરા પણ રસ નથી. હું આવા રોલ પાછળ ભાગતો નથી. લોકો મને હંમેશાં પાવરફુલ રોલ આપે છે, પરંતુ પાવરલેસ પાત્રો ભજવવામાં જે મજા છે એ અવર્ણનીય છે. દરેકને પાવરની ઇચ્છા હોય છે. એક પતિ ઑફિસમાં ભલે નાની પોસ્ટ પર હોય, પરંતુ તે જ્યારે ઘરે આવે છે ત્યારે બૉસ બની જાય છે.
આ પણ વાંચો : જાહ્નવી કપૂર અને રાજકુમારનો સાથે ફોટો જોઈને કેમ નારાજ થયો ઈશાન?
ADVERTISEMENT
પ્રેમમાં પણ કપલની વચ્ચે એક પ્રકારનો આવો જ પાવર હોય છે. હું નથી માનતો કે કોઈને પાવર ન જોઈએ. કોઈ પાવરલેસ બનવા નથી માગતું. આપણને શું કામ એવા લોકો નથી જોઈતા જેઓ પોતાની ઓળખ બનાવવા નથી માગતા, જેઓ ભીડમાં પણ ખોવાઈ જાય છે.’