હું હાલમાં લગ્ન નથી કરી રહ્યો : અર્જુન કપૂર
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર
અર્જુન કપૂરનું કહેવું છે કે તે હાલમાં લગ્ન નથી કરી રહ્યો. તેનું કહેવું છે કે તે જ્યારે પણ લગ્ન કરવાનું નક્કી કરશે ત્યારે તે તેના ચાહકોને જણાવશે. મલાઇકા અરોરા સાથેની રિલેશનશિપ બાદ તેઓ લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે. તેઓ એપ્રિલ અથવા તો મેમાં લગ્ન કરશે એવી વાતોએ જોર પકડ્યું હતું. આ વિશે અર્જુને કહ્યું હતું કે ‘હું લગ્ન નથી કરી રહ્યો. જો હું લગ્ન કરવા જઈ રહ્યો હોઈશ તો એ વિશે જાહેરમાં વાત કરીશ. એને સંતાડવાનું મને કોઈ કારણ નથી લાગતું. આ વાતને હું લોકોથી છુપાવીને નહીં રાખી શકું.
આ પણ વાંચો : હ્યુમન કમ્પ્યુટર શકુંતલા દેવીનાં પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે વિદ્યા બાલન
ADVERTISEMENT
જો હું હમણાં કંઈ છુપાવી નહીં રહ્યો હોઉં તો લગ્નને શું કામ છુપાવું? હું હાલમાં કામ કરી રહ્યો છું અને એ ઝોનમાં નથી કે લગ્ન કરું. દુનિયા શું કહે એનાથી મને કોઈ ફરક નથી પડતો.’