ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ : હૉબ્સ ઍન્ડ શૉએ ટક્કર મારી ખાનદાની શફાખાનાને
ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ
સોનાક્ષી સિંહાની ‘ખાનદાની શફાખાના’ને હૉલીવુડની ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ : હૉબ્સ ઍન્ડ શૉ’એ જબરદસ્ત ટક્કર આપી છે. રિલીઝનાં પહેલા દિવસે સોનાક્ષી સિંહાની ફિલ્મે માત્ર ૮૦ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. નવોદિત ડિરેક્ટર શિલ્પી દાસ ગુપ્તાની આ ફિલ્મમાં વરુણ શર્માની સાથે બાદશાહ પણ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં સેક્સ વિશે ચર્ચા કરવામાં આવી છે. બીજી ઑગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોને થિયેટર્સ સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ રહી છે. છેલ્લા થોડા વર્ષોથી સોનાક્ષી પોતાની ફિલ્મોમાં એક્સપેરિમેન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે ‘અકીરા’ અને ‘ઇત્તેફાક’ જેવી ફિલ્મોમાં કામ કરીને એક જ પ્રકારની ઇમેજને તોડવાનો પ્રયાસ કર્યો છે. એમાં જ ‘ખાનદાની શફાખાના’ પણ સામેલ છે. બીજી તરફ હૉલીવુડની ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ : હૉબ્સ ઍન્ડ શૉ’ પણ બીજી ઑગસ્ટે રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલાં દિવસે ૧૩.૧૫ કરોડનો બિઝનેસ કર્યો છે. ડ્વેઇન જૉન્સનનાં ચાહકો અને ઍક્શન ફિલ્મ જોવા માગતાં દર્શકો માટે આ એક શાનદાર ઑપ્શન કહી શકાય છે.
આ પણ વંચો : બૉક્સ-ઑફિસ પર કબીર સિંહનો દબદબો
ADVERTISEMENT
વીક એન્ડ હોવાને કારણે આ ફિલ્મનાં બિઝનેસમાં ઉછાળ આવે એમાં કોઈ બે મત નથી. અત્યાર સુધીમાં પહેલાં દિવસે ભારતમાં હૉલીવુડની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મમાં આ બીજા ક્રમે છે. ૫૩.૬૦ કરોડ રૂપિયાના બિઝનેસ સાથે ‘અવૅન્જર્સ : એન્ડગેમ’ પહેલા ક્રમે છે.