કિયારા અડવાણીની તસવીર પર ડબ્બુ રત્નાનીનો જવાબ, જાણો અહીં
ડબ્બુ રત્નાની બોલીવુડના એક જાણીતાં ફોટોગ્રાફર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે કેલેન્ડર માટે સેલેબ ફોટોશૂટ કર્યું, જેમાં કિયારા અડવાણીનું નામ પણ સામેલ છે. ડબ્બુ રત્નાનીના કેલેન્ડરમાં કિયારા અડવાણીની ઘણી બોલ્ડ તસવીરો સામેલ કરવામાં આવી છે, જેમાં કિયારા ટૉપલેસ છે અને તેના હાથમાં એક પાંદડું છે. પણ, કેટલાક દિવસોથી તેના પર પૉઝ કોપી કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આરોપ છે કે આ પૉઝ એક વિદેશી ફોટોગ્રાફરની તસવીરમાંથી કૉપી કરવામાં આવ્યો છે. સાથે જ એક મૉડલની તસવીર પણ શૅર કરવામાં આવી રહી છે, જે કિયારા અડવાણીની તસવીર સાથે મળે છે. તસવીરને લઈને કેટલાય આરોપો મૂકાયા બાદ હવે ડબ્બુ રત્નાનીએ તેનો જવાબ આપ્યો છે. ડબ્બુ રત્નાનીએ આરોપોનો જવાબ આપતાં બોલીવુડ અભિનેત્રી તબૂની એક તસવીર શૅર કરી છે, અને કહ્યું કે કિયારાની તસવીરનો આઇડિયા આ તસવીર પરથી લેવામાં આવ્યો છે. જણાવીએ કે તબૂની આ તસવીર ડબ્બૂ રત્નાનીના 2002ના કેલેન્ડર માટે લેવામાં આવી હતી.
ડબ્બૂ રત્નાનીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તબૂની તસવીર સાથે એક નોટ લખી છે. તબૂની આ તસવીર પણ કિયારા અડવાણીની તસવીર સાથે મળે છે. ડબ્બૂ રત્નાનીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, "તબૂનું આ ફોટોશૂટ 2001માં કરવામાં આવ્યું હતું અને 2002ના કેલેન્ડરમાં આ વપરાયું હતું. કિયારાના કેલેન્ડર 2020ની તસવીરને લઈને ઘણી વાતો થઈ રહી છે, જો પાંદડા સાથે છે. તો જો હું મારો કેમેરો ફરી વાપરી શકું છું તો હું મારા જ કૉન્સેપ્ટને પણ બીજીવાર વાપરી શકું છું. હું આ વાત માનું છું કે મેં મારો જ કૉન્સેપ્ટ કૉપી કર્યો છે."
હવે તમને બતાવીએ તે તસવીર જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે કિયારા અડવાણીના ફોટોશૂટનું કૉન્સેપ્ટ અહીંથી કૉપી કરવામાં આવ્યું છે.
આ પણ જુઓ : ડબ્બુ રત્નાનીનાં કૅલેન્ડર એક્ટર્સનાં બોલ્ડ લુક્સ
ઉલ્લેખનીય છે કે આ વખતે કેલેન્ડર ફોટોશૂટમાં ભૂમિ પેડણેકર, જેક્લિન ફર્નાન્ડિસ, કૃતિ સેનન, વિકી કૌશલ, અનન્યા પાંડેનું નામ પણ સામેલ છે.

