કૉમેડિયન ગૌરવ ગેરાએ નેહા કક્કડની માગી માફી, વીડિયોમાં કર્યું હતું મજાક
બોલીવુડની પૉપ્યુલર સિંગર નેહા કક્કડ હાલ પોતાના ગીતો સિવાય એક કૉમેડિયનને કારણ પણ ઘણી ચર્ચામાં છે. થોડાંક દિવસ પહેલા જ એક કૉમેડી શૉમાં ગૌરવ ગેરા અને કીકૂ શારદાએનેહા કક્કડના કદ અને ગીતોની ઘણી મશ્કરી કરી હતી જેના કારણે તે ખૂબ જ નારાજ થઈ હતી. નેહા કક્કડે તેના મજાક પર નારાજગી વ્યક્ત કરતાં ઘણી વાતો સંભળાવી હતી જેના પછી હવે ગૌરવ ગેરાએ તેની માફી માગી છે.
તાજેતરમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા એક નિવેદનમાં પમ્મી પ્યારેલાલ એક્ટર ગૌરવ ગેરાએ નેહા કક્કરની માફી માગી છે. ગૌરવે કહ્યું, હું તેને તકલીફ પહોંચાડવા નહોતો માગતો, હું તેમનો ફેન છું, મને તેના ગીતો ગાવાની રીત મને ખૂબ જ ગમે છે. તેના ગીત પાર્ટીમાં જીવ રેડે છે, ભલે હું તેમને પર્સનલી નથી ઓળખતો છતાં અમે મળીએ ત્યારે તેમને ગ્રીટ કરું છું, તેમનું ટેલેન્ટ સરાહનીય છે, હું કોણ છું કંઇપણ સાબિત કરનાર, નેહાના ઇન્સ્ટાગ્રામમાં 30 લાખ ફૉલોવર્સ છે જે તેમને જણાવે છે કે તેમને કેટલો પ્રેમ કરવામાં આવી રહ્યો છે, મારી ઔકાત નથી કે હું તેને કંઇ કહું, મારી અને કીકૂની પણ હાઈટ ઓછી છે.
ADVERTISEMENT
જણાવીએ કે કીકૂ શારદા અને ગૌરવે એક કૉમેડી એક્ટ કર્યું હતું જેમાં તેની સાથે એક કદના કૉમેડિયન નેહા કક્કડની ભૂમિકા ભજવી રહ્યો હતો. આ એક્ટમાં નેહાના પાત્રને ખૂબ જ અટપટું કહેવામાં આવ્યું છે. સાથે જ તેના ગીતો અને કદનો પણ મજાક ઉડાડવામાં આવ્યો હતો.
વીડિયો સામે આવ્યા પછી નેહા કક્કડના ભાઈ ટોની કક્કડે પણ આ એક્ટની ખૂબ જ નિંદા કરતાં કહ્યું કે બધાં કૉમેડિયન્સનો ક્લાસ લીધો હતો. સોશિયલ મીડિયા પર નેહાનું સપોર્ટ કરતા સિંગર કક્કડે એક મોટી ઇમોશનલ નોટ લખી હતી.
આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી
નેહા કક્કડ પર બનાવવામાં આવેલા આ કૉમેડી એક્ટને સોની મેક્સ ચેનલ દ્વારા પોતાના પેજ પરથી શૅર કરવામાં આવ્યો હતો. નેહા કક્કડના ભડકી ગયા પછી ચેનલે આ વીડિયો હટાવી દીધો હતો.

