નરેન્દ્ર મોદીની બાયોપિકમાં જોવા મળશે બમન ઈરાની
બમન ઈરાની
આ ફિલ્મમાં વિવેક ઑબેરૉય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના પાત્રમાં દેખાશે. આ બાયોપિકનું નામ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં પોતાની એન્ટ્રી પર ખુશી વ્યક્ત કરતાં બમન ઈરાનીએ કહ્યું હતું કે ‘મારા માટે આ એક ગર્વની વાત છે કે મને આવી અગત્યની ફિલ્મમાં કામ કરવાનો અવસર મળ્યો છે. આ એક સ્ટ્રૉન્ગ ટીમ છે જેમાં પ્રોડ્યુસર સંદીપ સિંહ, ડિરેક્ટર ઓમંગ કુમાર અને વિવેક ઑબેરૉયનો સમાવેશ છે. હું તેમની સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત છું. નવા વર્ષની આ મારી ગ્રેટ શરૂઆત છે અને આ અદ્ભુત જર્નીને લઈને મને ખૂબ આશા છે.’
આ પણ વાંચો : મહિલાઓએ પોતાની ક્ષમતા અન્યો સામે સાબિત કરવાની જરૂર નથી : શિલ્પા શેટ્ટી
ADVERTISEMENT
બમન ઈરાની સાથે ફરીથી કામ કરવાની ઇચ્છા છે બિગ બીને
અમિતાભ બચ્ચનની ઇચ્છા છે કે તેઓ ફરી બમન ઈરાની સાથે ફિલ્મમાં કામ કરે. બમન ઈરાનીએ ગુરુવારે પોતાના પ્રોડક્શન-હાઉસની શરૂઆત કરી હતી. એ વખતે અમિતાભ બચ્ચને પણ હાજરી આપી હતી. બમન ઈરાની અને અમિતાભ બચ્ચન ‘લક્ષ્ય’, ‘વક્ત - ધ રેસ અગેઇન્સ્ટ ટાઇમ’ અને ‘ભૂતનાથ રિટર્ન્સ’માં સાથે જોવા મYયા હતા. ઑન-સ્ક્રીન સાથે કામ કરવા વિશે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘અમારામાંથી એવા ઘણા ઓછા લોકો છે જે બમન ઈરાનીની જેમ આવી શરૂઆત કરવાનું સાહસ કરે છે. હું બમન અને તેની નવી શરૂ થયેલી કંપનીને અભિનંદન આપું છું. તેને ભરપૂર સફળતા મળે અને તે આ નવા પ્રોડક્શન-હાઉસ દ્વારા નવા-નવા રાઇટર્સને લઈને આવે જેની હાલના સમયમાં ઇન્ડસ્ટ્રીને ખૂબ જરૂર છે. હું અને બમન ફરી સાથે સ્ક્રીન પર કામ કરીએ એવી હું આશા રાખી રહ્યો છું. જોકે મને એ પણ ડર છે કે તે મને સ્ક્રીન પર ઝાંખો ન પાડી દે.’