નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા આગળ આવ્યો અર્જુન કપૂર
અર્જુન કપૂર
અર્જુન કપૂર એક હોમમેડ ફૂડ ડિલિવરી કંપનીનો કો-ઇન્વેસ્ટર બનીને મહિલાઓના કલ્યાણ માટે આગળ આવ્યો છે. Foodcloud.in નામની આ કંપની મહિલાઓને રોજગારી આપીને તેમને સમાજમાં સ્વમાનભેર જીવવા માટે ટેકો આપશે. આ વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘Foodcloud.inમાં ઇન્વેસ્ટ કરવાનો મારો હેતુ માત્ર એટલો જ છે કે હું મહિલાઓના કલ્યાણમાં થોડું યોગદાન આપી શકું જેથી આ મહિલાઓ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે.
આ પણ વાંચો : કિંગ્સ મારા માટે હંમેશાંથી વર્લ્ડ ચૅમ્પિયન રહ્યું છે : વરુણ ધવન
ADVERTISEMENT
આ માત્ર સારી જીવનશૈલી જીવવા પૂરતી જ પહેલ નથી, એના દ્વારા મહિલાઓને ઘરમાં અને આસપાસના પરિસરમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાનતા મળી શકશે. મારા માટે સોસાયટીમાં મહિલાઓના સશક્તિકરણ માટેનું આ એક નાનકડું પગલું છે.’