Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુપમ ખેર કૂલી નંબર 1ની રીમેકમાં નહીં જોવા મળે

અનુપમ ખેર કૂલી નંબર 1ની રીમેકમાં નહીં જોવા મળે

Published : 24 June, 2019 11:16 AM | IST |

અનુપમ ખેર કૂલી નંબર 1ની રીમેકમાં નહીં જોવા મળે

અનુપમ ખેર

અનુપમ ખેર


અનુપમ ખેરે હાલમાં જ જણાવ્યું હતું કે તેઓ ‘કૂલી નંબર 1’ની રીમેકમાં કામ નથી કરવાના. ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે કાદર ખાનનો રોલ અનુપમ ખેર ભજવવાના છે. ડેવિડ ધવનના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં વરુણ ધવન લીડ રોલમાં જોવા મળશે. ૧૯૯૫માં આવેલી ‘કૂલી નંબર 1’માં ગોવિંદા અને કરિશ્મા કપૂર જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં કાદર ખાને હોશિયાર ચંદનું પાત્ર ભજવ્યું હતું. આવતા વર્ષે રિલીઝ થનારી આ રીમેકમાં વરુણની સાથે સારા અલી ખાન રોમૅન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં કામ નથી કરવાના એવું જણાવતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘હું ‘કૂલી નંબર 1’ની રીમેકમાં કોઈ રોલ નથી ભજવી રહ્યો. આ અફવામાં કોઈ વાસ્તવિકતા નથી.’


આ પણ વાંચો : ઇમોશન્સને રિયલ લાઇફમાંથી રીલ લાઇફમાં બદલવાં અઘરાં છે: ક્રિતી



મિસ્ટર ઇન્ડિયામાં મોગૅમ્બોનો રોલ મને ઑફર કરવામાં આવ્યો હતો: અનુપમ ખેર


અનુપમ ખેરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે ‘મિસ્ટર ઇન્ડિયા’માં મોગૅમ્બોનો રોલ અમરીશ પુરી પહેલાં તેમને ઑફર કરવામાં આવ્યો હતો. શનિવારે અમરીશ પુરીની ૮૭મી બર્થ-ઍનિવર્સરી હતી. તેમને યાદ કરતાં અનુપમ ખેરે તેમની પ્રશંસા કરી હતી. ‘મિસ્ટર ઇન્ડિયા’માં મોગૅમ્બોના રોલ વિશે અનુપમ ખેરે કહ્યું હતું કે ‘અમરીશ પુરી પહેલાં ‘મિસ્ટર ઇન્ડિયા’માં મોગૅમ્બોનો રોલ મને ઑફર કરવામાં આવ્યો હતો. જોકે બે-ત્રણ મહિના બાદ ફિલ્મમેકર્સે મારા બદલે અમરીશ પુરીને આ રોલ આપી દીધો હતો. જ્યારે કોઈ ફિલ્મમાંથી હટાવવામાં આવે છે તો એક કલાકારને દુઃખ જરૂર થાય છે. જોકે મેં જ્યારે ‘મિસ્ટર ઇન્ડિયા’ જોઈ અને મોગૅમ્બોના રોલમાં અમરીશ પુરીને જોયા તો મને લાગ્યું કે મેકર્સે મને ફિલ્મમાંથી હટાવીને અમરીશ પુરીને આ રોલ આપીને યોગ્ય નિર્ણય લીધો છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 11:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK