Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવા કલાકારોની હંમેશાં જરૂર છે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને : અનન્યા પાન્ડે

નવા કલાકારોની હંમેશાં જરૂર છે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને : અનન્યા પાન્ડે

Published : 13 April, 2019 10:09 AM | IST |

નવા કલાકારોની હંમેશાં જરૂર છે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને : અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડે


‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’થી બૉલીવુડમાં પદાર્પણ કરનાર ચંકી પાન્ડેની દીકરી અનન્યા પાન્ડેએ જણાવ્યું હતું કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નવા કલાકારોની જરૂર હોય છે. તેણે એમ પણ કહ્યું હતું કે નવા લોકોના આવવાથી સ્પર્ધા વધી જાય છે અને એનાથી અન્યોને પણ સખત મહેનત કરવાની પ્રેરણા મળે છે. આ વિશે અનન્યાએ કહ્યું હતું કે ‘મને કૉમ્પિટિશન પસંદ છે અને એ મારી ફિલ્મમાં જોવા મળશે. સ્પર્ધા એક પ્રકારનું ફન છે. નવા લોકોના આવવાથી ખરેખર ઘણી પ્રેરણા મળે છે. ઇન્ડસ્ટ્રીને હંમેશાં નવા લોકોની જરૂર હોય છે.’


‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે અને પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. આ બન્નેનો આભાર માનતાં અનન્યાએ કહ્યું હતું કે ‘હું એ કલ્પના પણ કરી નથી શકતી કે મેં આ ફિલ્મમાં કામ કર્યું છે. હું સપનું જોતી હોઉં એવું લાગે છે. આ એક અદ્ભુત ફીલિંગ છે. હું કરણ જોહર અને પુનિત મલ્હોત્રાની આભારી છું. ફિલ્મને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું.’



આ પણ વાંચો : અવેન્જર્સ : એન્ડગેમ માટે માર્ક રફાલોએ પાંચ એન્ડ શૂટ કર્યા હતા


કૉલેજના સ્ટુડન્ટની લાઇફને દેખાડતી અને ૧૦ મેએ રિલીઝ થનારી આ ફિલ્મ દ્વારા તારા સુતરિયા પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાની છે. સ્પર્ધા વિશે તારાએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે કૉમ્પિટિશન અનહેલ્ધી હોય. સ્પર્ધા હેલ્ધી જ રહેવાની છે. હું ખૂબ એક્સાઇટેડ છું. મેં કેટલીક ફિલ્મો જોઈ છે અને અમારી ફિલ્મમાં પણ તમે એ જોઈ શકો છો.’


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2019 10:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK