ડાર્ક ઇમોશન્સવાળી ફિલ્મ કરવી છે અમ્રિતા રાવને
અમ્રિતા રાવ
અમ્રિતા રાવની ઇચ્છા ડાર્ક ઇમોશન્સ અને અલગ પ્રકારનાં કૅરૅક્ટર ભજવવાની છે. અનેક રોલ્સની ઑફર મળી છે એવું જણાવતાં અમ્રિતાએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ઠાકરે’ કર્યા બાદ મેં ઘણીબધી સ્ક્રિપ્ટ વાંચી છે. જોકે એવાં પાત્રો મને ઑફર કરવામાં આવ્યાં હતાં જે હું આ અગાઉ કરી ચૂકી છું. ખરું કહું તો એક પર્ફોર્મર તરીકે હું એ ભૂમિકા ફરીથી ભજવવા નથી માગતી. મારી ઇચ્છા એવાં પાત્ર કરવાની છે જે ડાર્ક હોય, રિયલ હોય, જેને બારીકાઈથી કરી શકું અને એવી ભૂમિકા હોય જેને જોઈને લોકોને એમાં નવી અમ્રિતા દેખાઈ આવે.’