આ ફિલ્મની સ્ટોરીનું સેન્ટ્રલ કૅરૅક્ટર અર્જુનની આસપાસ ફરે છે.
ઑર્ડિનરી પાત્રને એક્સ્ટ્રા-ઑર્ડિનરી રીતે ભજવવા મળ્યું છે : અંશુમન ઝા
અંશુમન ઝાનું કહેવું છે કે ‘લકડબગ્ઘા’માં તેને ઑર્ડિનરી પાત્રને એક્સ્ટ્રા-ઑર્ડિનરી રીતે ભજવવાની તક મળી છે. આ એક ઍનિમલ લવર વિગિલાન્ટે ફિલ્મ છે. આ ફિલ્મને ૧૩ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. વિક્ટર મુખરજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં અંશુમનની સાથે રિદ્ધિ ડોગરા અને મિલિંદ સોમણ અને પરેશ પાહુજાએ કામ કર્યું છે. આ ફિલ્મની સ્ટોરીનું સેન્ટ્રલ કૅરૅક્ટર અર્જુનની આસપાસ ફરે છે. તે તેના પિતા પાસેથી બાળપણથી શીખ્યો હોય છે કે અવાજ ઉઠાવી ન શકતા લોકો માટે લડવું, ખાસ કરીને પ્રાણીઓ માટે. અર્જુનનું પાત્ર ભજવતા અંશુમને કહ્યું કે ‘અર્જુન બક્ષી કૂતરાઓનો બેસ્ટ ફ્રેન્ડ હોય છે. મને ખુશી છે કે આ ફિલ્મ માટે મને ક્રાવ-માગાની ટ્રેઇનિંગ લેવાનો ચાન્સ મળ્યો છે. મને આ ઑર્ડિનરી પાત્રને એક્સ્ટ્રા-ઑર્ડિનરી રીતે ભજવવાની તક મળી છે. ઑર્ડિનરી હોવું એ સુપર પાવર છે.’

