9 years of Sanjay Leela Bhansali`s Bajirao Mastani: સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ છે, જેમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે 63મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં 7 પુરસ્કારો જીત્યા હતા.
બાજીરાવ મસ્તાની
બૉલિવૂડ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ ડિરેક્ટર એ ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી (9 years of Sanjay Leela Bhansali`s Bajirao Mastani) દ્વારા બનાવવામાં આવેલ એક અદ્ભુત પ્રેમકથા છે. આ મરાઠા યોદ્ધા પેશવા બાજીરાવના જીવન પર આધારિત છે જેમણે કાશીબાઈ સાથે લગ્ન કર્યા હોવા છતાં, મસ્તાની નામની યોદ્ધા રાજકુમારીના પ્રેમમાં પડી લગ્ન કર્યા હતા. આ ફિલ્મ તેની શક્તિશાળી વાર્તા, સુંદર દ્રશ્યો, યાદગાર સંવાદો, ભવ્યતા, શાનદાર અભિનય, ઉત્તમ ગીતો અને ભણસાલીના જબરદસ્ત ડિરેક્ટર માટે ખૂબ જ જાણીતી છે. આજે આ ફિલ્મને રિલીઝ થયાને 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ હજુ પણ તેની ગણના બૉલિવૂડની શ્રેષ્ઠ ઐતિહાસિક ફિલ્મોની એકમાં કરવામાં આવે છે.
બાજીરાવ મસ્તાનીના 9 વર્ષ પૂર્ણ (9 years of Sanjay Leela Bhansali`s Bajirao Mastani) થવા પર સંજય લીલા ભણસાલી પ્રોડક્શન્સે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટ સાથે લખ્યું બાજીરાવ મસ્તાની એ સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ છે, જેમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે 63મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં 7 પુરસ્કારો જીત્યા હતા, જેમાં શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી, શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી અને શ્રેષ્ઠ કલા દિગ્દર્શનનો સમાવેશ થાય છે. આ ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો બન્નેને તરફથી એકસરખી પ્રશંસા મળી છે.
ADVERTISEMENT
View this post on Instagram
બાજીરાવ મસ્તાનીનું (9 years of Sanjay Leela Bhansali`s Bajirao Mastani) આલ્બમ પણ એક માસ્ટરપીસ હતું, જેમાં અલગ-અલગ શૈલીના ગીતો હતા. દીવાની મસ્તાની, આયત, મલ્હારી, પિંગા અને ગજાનના જેવા ગીતો લોકોમાં આજે પણ ખૂબ જ લોકપ્રિય છે અને તે તેમની પ્લે લિસ્ટમાં સામેલ છે. વધુમાં, ફિલ્મે બૉક્સ ઑફિસ પર જબરદસ્ત સફળતા મેળવી જેમાં તેણે 356.2 કરોડ રૂપિયાની કમાણી કરી અને 2015ની ચોથી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની હતી. સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ પણ ચાહકોમાં એક્સાઈટમેન્ટ વધારી રહી છે. આ ફિલ્મને રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જેવા તેજસ્વી કલાકારોનો જબરદસ્ત સપોર્ટ જોવા મળી રહયી છે. આ ફિલ્મ 20 માર્ચ, 2026ના રોજ રિલીઝ થશે અને તેના માટે ચાહકોની રાહ વધી રહી છે.
દર્શકો આ ફિલ્મમાં મોટા પડદા પર સંજય લીલા ભણસાલી અને રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની (9 years of Sanjay Leela Bhansali`s Bajirao Mastani) પ્રતિભાશાળી ત્રિપુટીના શાનદાર સહયોગને જોવા માટે રાહ જોઈ રહ્યા છે. આ સાથે રણબીર કપૂર સ્ટારર રામાયણ ફિલ્મને લઈને અત્યાર સુધી અનેક વાતો સામે આવી છે, પણ હવે મેકર્સે પોતે કન્ફર્મ કર્યું છે કે રામાયણ ક્યારે અને કેટલા ભાગમાં થશે રિલીઝ.