બોની કપૂરની જબરદસ્ત કાયાપલટ વજન ઘટવા લાગ્યું છે, વાળ વધવા લાગ્યા છે
બોની કપૂર પહેલાં (ડાબે) અને હવે
પ્રોડ્યુસર બોની કપૂરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોગ્રાફ શૅર કરીને પોસ્ટ લખી છે કે ‘રામ કુમાર પાસવાન મારો પર્સનલ અસિસ્ટન્ટ છે જે હંમેશ મારા બેસ્ટ ફોટો કૅપ્ચર કરતો રહે છે. આ વખતે દુબઈમાં તેણે મને ફોટો પડાવવા આગ્રહ કર્યો અને તેણે લોકેશન પસંદ કર્યું. ગુડ ન્યુઝ એ છે કે મેં વધુ બે કિલો વજન ઘટાડ્યું છે. છેલ્લા સાત-આઠ મહિનામાં મારું ૧૬ કિલો વજન ઘટ્યું છે.’
બોની કપૂરે છેલ્લે ૧૯ ઑગસ્ટે વજનને લગતી પોસ્ટ લખી હતી એમાં લખ્યું હતું કે ૧૪ કિલો વજન ઘટ્યું છે અને હવે ૮ કિલો ઘટાડવાનું બાકી છે. એ જોતાં હજી બોની કપૂરે ૬ કિલો વજન ઘટાડવાનું છે. ૧૯ ઑગસ્ટની પોસ્ટમાં બોની કપૂરે પોતાના ‘નવા’ વાળ વિશે પણ લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે વાળ ફરી ઘટ્ટ થઈ રહ્યા છે અને હું સારો દેખાવા લાગ્યો છું. ૬૮ વર્ષના બોની કપૂરે થોડા સમય પહેલાં જ હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે અને પોતાની કાયાપલટ કરી નાખી છે.