વિવેક એક ફિલ્મ માટે માત્ર ત્રણથી ૪ કરોડ રૂપિયાની ફી મેળવે છે
વિવેક ઑબેરૉય
૪૭ વર્ષના થયેલા વિવેક ઑબેરૉયની નેટવર્થ આશરે ૧૨૦૦ કરોડ રૂપિયા છે. એવું જાણવા મળ્યું છે. વિવેક એક ફિલ્મ માટે માત્ર ત્રણથી ૪ કરોડ રૂપિયાની ફી મેળવે છે, પણ તેની આવકનો મોટો હિસ્સો તેનાં વિવિધ બિઝનેસ અને રોકાણોમાંથી આવે છે.
વિવેકની ઑબેરૉય મેગા એન્ટરટેઇનમેન્ટ નામની પ્રોડક્શન અને ઇવેન્ટ કંપની છે. તેની રિયલ એસ્ટેટ કંપનીનું નામ કર્મા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તે વન ફાઉન્ડેશન નામનું નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન પણ ચલાવે છે. એ નૉર્થ ઇન્ડિયાની સ્કૂલોમાં ફૂડ, શિક્ષણ અને હેલ્થકૅર-સર્વિસ પૂરી પાડે છે. જુહુમાં તેનો ૧૪.૨૫ કરોડ રૂપિયાનો બંગલો છે. વિવેક પાસે કરોડો રૂપિયાની ઘણી કાર પણ છે.