‘યારાના’ને ૪૦ વર્ષ થતાં અમિતાભ બચ્ચને એની સાથે જોડાયેલી યાદોને તાજી કરી છે
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ
‘યારાના’ને ૪૦ વર્ષ થતાં અમિતાભ બચ્ચને એની સાથે જોડાયેલી યાદોને તાજી કરી છે. આ ફિલ્મનું ગીત ‘સારા ઝમાના હસીનોં કા દીવાના’ને યાદ કર્યું છે. એ ગીતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘આ જાદુઈ ફિલ્મને ૪૦ વર્ષ થયાં છે. આ ગીત કલકત્તાના એન. એસ. સ્ટેડિયમમાં શૂટ કરવામાં આવ્યું હતું. કલકત્તાના લોકોમાં જેટલું અદ્ભુત પાગલપન છે એવું તો દુનિયામાં ક્યાંય નથી જોવા મળ્યું.’