નેહા કક્કરના લગ્ન પર કન્ફ્યૂઝ વિશાલ કહ્યું,"સાચું બોલો, કપડાં સીવડાવવા"
નેહા કક્કરના લગ્ન પર કન્ફ્યૂઝ વિશાલ કહ્યું,"સાચું બોલો, કપડાં સીવડાવવા"
ચર્ચાઓમાં છવાયેલા રહેવું અને લાઇમલાઇટના ફોકસમાં રહેવું નેહાને સારી રીતે આવડે છે. આ સમયે નેહાની રોહનપ્રીત સાથેની લવલાઇફ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. બન્નેના લગ્નના સમાચાર વાયરલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે 21 ઑક્ટોબરનના બન્ને લગ્ન કરવાના છે. નેહા પણ સતત જે રીતે તસવીરો શૅર કરી રહી છે, તેને જોઇને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
નેહા-રોહનપ્રીત સાચ્ચે લગ્ન કરી રહ્યા છે?
પણ આ દરમિયાન સિંગર વિશાલ દદલાનીએ એવો પ્રશ્ન પૂછી લીધો છે કે ચાહકો પણ વિચારવા પર મજબૂર થઈ ગયા છે. નેહાની રોહનપ્રીત સાથે વાયરલ થયેલી લેટેસ્ટ પોસ્ટ પર રિએક્ટ કરતા વિશાલ લખે છે કે, "અરે હવે હું ફરી કન્ફ્યૂઝ છું, નેહાએ અને રોહન આ કોઇ લગ્નની વાત થઈ રહી છે અથવા તમારા નવા ગીત કે ફિલ્મની. સ્પષ્ટ રીતે જણાવો, કપડા સીવડાવવા છે, અથવા પછી હવે ડાઉનલોડ, લાઇક શૅર કરવું પડશે. વિશાલ સિવાય બાદશાહે પણ એવા જ રિએક્શન આપ્યા છે. તે પણ ખૂબ જ કન્ફ્યૂઝ થઈ ગયા છે."
ADVERTISEMENT
View this post on Instagram#NehuDaVyah by #NehaKakkar ?featuring My Rohu @rohanpreetsingh ♥️ 21st October ?? #NehuPreet ??
આમ તો આ કન્ફ્યૂઝનનું કારણ નેહા કક્કર પોતે છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે. લિરિક્સ અને કંપોઝિશન- નેહા કક્કર. હવે જ્યારે કોઇ કોઇકની સાથે લગ્ન કરે છે, તો આ રીતે કેમ લખે છે. એવામાં હવે નેહા સાચ્ચે રોહનપ્રીત સાથે લગ્ન કરવા જઈ રહી છે કે કંઇ મોટું મજાક થવાનું છે, આ જાણવા માટે ચાહકો ખૂબ જ ઉત્સુક છે. આમ તો કેટલાક દિવસ પહેલા બન્નેના રોકાની રસમ તસવીરો વાયરલ થઈ રહી હતી. રોહનપ્રીત કે નેતાએ તે તસવીરો શૅર નથી કરી, પણ સોશિયલ મીડિયા પર કયાસ લગાડવામાં આવી રહ્યા હતા કે બન્ને લગ્ન કરવાના છે. આ અટકળો પર નેહા કે પછી રોહનપ્રીતે રિએક્ટ નથી કર્યું. ફક્ત આ તસવીરો દ્વારા સ્ટોરી કહેવામાં આવે જેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

