ડિજિટલ પ્લૅટફૉર્મ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થનારી આ વેબ-સિરીઝમાં તેની સાથે અજય દેવગન પણ લીડ રોલમાં જોવા મળશે.
ઇશા દેઓલ
વેબ-સિરીઝ ‘રુદ્ર – ધ એજ ઑફ ડાર્કનેસ’ દ્વારા ઈશા દેઓલ ફરી એક વખત ઍક્ટિંગમાં કમબૅક કરવાની છે. ડિજિટલ પ્લૅટફૉર્મ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થનારી આ વેબ-સિરીઝમાં તેની સાથે અજય દેવગન પણ લીડ રોલમાં જોવા મળશે. આ બન્નેએ આ અગાઉ ‘યુવા’, ‘LOC : કારગિલ’ અને ‘કૅશ’માં કામ કર્યું હતું. હવે આ વેબ-સિરીઝમાં બન્ને દેખાવાનાં છે. એનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઈશાએ કૅપ્શન આપી હતી કે ‘તમને સૌને એ જણાવતાં આનંદ થાય છે કે હું ફરીથી કૅમેરાની સામે અજય દેવગન સાથે આવી રહી છું. તે મારી અનેક ફિલ્મોમાં મારો પ્રશંસનીય કોસ્ટાર રહ્યો છે. હવે વેબ-સિરીઝ ‘રુદ્ર – ધ એજ ઑફ ડાર્કનેસ’માં સાથે કામ કરીશું.’