દિયા મિર્ઝા અને પતિ વૈભવ રેખીના ઘરે પુત્રને જન્મ થયો છે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા પર પોતાના પુત્રની તસવીર શેર કરીને આપી છે.
દિયા મિર્ઝા
દિયા મિર્ઝા અને પતિ વૈભવ રેખીના ઘરે પુત્રને જન્મ થયો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ સમાચાર શેર કર્યા છે. આ સાથે જ તેમણે તેમના આ સફર દરમિયાન તેમનો સાથ આપવા બદલ તેના તમામ શુભેચ્છકો અને ચાહકોનો આભાર માન્યો હતો. દીયા અને વૈભવે તેમના પુત્રનું નામ અવ્યાન આઝાદ રેખી રાખ્યું છે.
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી તેના પુત્રના હાથની એક તસવીર શેર કરી છે. અભિનેત્રીએ લખ્યું કે, ` બાળકને જન્મ આપવો એ હંમેશા માટેનું નક્કી છે કે તમારું હૃદય તમારા શરીરની બહાર ફરી રહ્યું છે. આ શબ્દો વૈભવ અને મારી લાગણીઓને સંપૂર્ણ રીતે દર્શાવે છે. અમારા પુત્ર અવ્યાન આઝાદ રેખીનો જન્મ 14 મેના રોજ થયો હતો. પ્રી મેચ્યોર ડિલીવરીના કારણે તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો.`
ADVERTISEMENT
અભિનેત્રીએ વધુમાં લખ્યું હતું કે, `ગર્ભાવસ્થા દરમિયાન અચાનક એપેન્ડક્ટોમી અને પાછળથી ખૂબ જ ગંભીર બેક્ટેરિયલ ચેપથી સેપ્સિસ થયો હતો જે જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે. ડોક્ટરનો આભાર કે તેમણે સમયસર અને સુરક્ષિત રીતે ઇમરજન્સી સી-સેક્શન દ્વારા અમારા બાળકનો જન્મ કરાવ્યો.`
View this post on Instagram
દિયા વધુમાં કહે છે કે, `જ્યારે આપણે આ નાનકડી વસ્તુને જોતા હોઈએ છીએ ત્યારે આપણે બ્રહ્માંડ અને પિતૃત્વ પર વિશ્વાસ કરવાનો સાચો અર્થ શીખીએ છીએ અને ડરતા નથી.
તેણીએ વધુમાં કહ્યું કે મારા શુભેચ્છકો અને ચાહકોને હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમારી ચિંતા હંમેશા મારા માટે ઘણી મહત્વની છે, જો આ સમાચાર વહેલા શેર કરવાનું શક્ય નહોતું.
દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધા હતા. તો દિયાના બીજા પતિ વૈભવના પણ આ બીજા લગ્ન છે. વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગ અને લાઈફસ્ટાઈલ કોચ સુનૈના સાથે થયા હતા.બંનેની દીકરીનું નામ સમાયરા છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે 15 ફેબ્રુઆરીએ દિયા મિર્ઝાએ લગ્ન કર્યા હતાં. લગ્નના દોઢ મહિના બાદ તેમણે પ્રેગ્નન્સીની અંગે જાહેરાત કરી હતી.