સ્ટ્રેસને દૂર કરવા માટે સ્ટ્રેસ ઉત્પન્ન કરનારાં પરિબળોની ઓળખ કરવી, વિચારો પર નિયંત્રણ રાખવું, ટાઇમ મૅનેજમેન્ટ કરવું, ફિઝિકલ ઍક્ટિવિટી કરવી જેથી શરીર તંદુરસ્ત રહે.
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આજકાલ સ્ટ્રેસ કોને નથી હોતો? પણ એ સ્ટ્રેસમાંથી રાહત મેળવવાનું સંભવ છે એટલું સમજી લેવું જરૂરી છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ, પછી તે નાની હોય કે મોટી, તે સ્ટ્રેસનો શિકાર તો બને જ છે. હતાશા, નિરાશા કે સંઘર્ષની એવી પરિસ્થિતિ કે જે વ્યક્તિની માનસિક શક્તિ પર દબાણ નિર્માણ કરે છે. વાતાવરણીય, મનોવૈજ્ઞાનિક તેમ જ શારીરિક આ ત્રણેય પ્રકારના સ્ટ્રેસ દરેકને અસર કરે છે.
આપણા બધાનાં જીવનમાં એવા લોકો હોય છે જે જાણીજોઈને આપણને ડિસ્ટર્બ કરે છે અને ગુસ્સે થવા માટે ટ્રિગર કરે છે. જ્યારે આપણે આવા લોકોના રીઍક્શનથી ગુસ્સે થઈ જઈએ છીએ, રીઍક્ટ કરીએ છીએ ત્યારે તેઓ આપણને કહે છે કે જો, તારો સ્વભાવ ગુસ્સાવાળો છે અને આ સાંભળીને આપણને ફ્રસ્ટેશન આવે. તે લોકોનો એક ટાર્ગેટ હોય છે કે તેઓ તમને અપશબ્દો કહે અથવા તમને ટોણો મારશે, જેનાથી તમે હર્ટ થાઓ અને તમે તમારો સ્વભાવ છોડીને, તમારા સંસ્કાર છોડી દો અને અલગ રીતે એની પ્રતિક્રિયા આપી દો છો. આવે વખતે એક ઉપાય કરી શકીએ કે જો કોઈ તમારા પર બૂમો પાડે, તમને ઉશ્કેરે, તમને અટકાવે અથવા તમને ફ્રસ્ટેડ કરવાનો પ્રયાસ કરે તો થોડો સમય ઊભા રહો, કંઈ જ પ્રતિક્રિયા આપશો નહીં અથવા મોડેથી પ્રતિક્રિયા આપો અને આ મોડી પ્રતિક્રિયાને લીધે લાગનારો સમય અને પ્રતિક્રિયા ન આપવામાં લાગતા સમય વચ્ચે જેમણે તમને ઉત્તેજિત કર્યા છે તે વિચારમાં પડી જાય છે કે આ શું થયું...? આને કેમ કોઈ ફરક નથી પડતો? તે હંમેશાં પ્રતિક્રિયા આપે છે, આજે કેમ પ્રતિક્રિયા આપતો નથી? શું હવે તેને મારો બોલવાનો કંઈ વાંધો નથી? તમારા પર પ્રયોગ કરનાર પર આ ટ્રિક ઑટોમૅટિક બૅકફાયર થાય છે અને તેને વિચારવા પ્રેરે છે. તમને ઉશ્કેરવામાં નાકામી મળ્યા પછી તે તમને ફરીથી ટ્રિગર કરવાનો પ્રયાસ નહીં કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: જિંદગીમાં આગળ વધવું હોય તો નવી નવી ચૅલેન્જ સ્વીકારો
સ્ટ્રેસને દૂર કરવા માટે સ્ટ્રેસ ઉત્પન્ન કરનારાં પરિબળોની ઓળખ કરવી, વિચારો પર નિયંત્રણ રાખવું, ટાઇમ મૅનેજમેન્ટ કરવું, ફિઝિકલ ઍક્ટિવિટી કરવી, જેથી શરીર તંદુરસ્ત રહે અને મન પ્રફુલ્લિત થાય. હાસ્ય અને વિનોદ પ્રવૃત્તિમાં વધારો કરી, હૅપી હૉર્મોન્સ નિર્માણ થાય અને લોહીનું પરિભ્રમણ સારું થાય છે.
શબ્દાંકન : ભાવિની લોડાયા
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)