Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આજે યુવાનને તેના શિક્ષણ મુજબની નોકરી કેમ નથી મળતી?

આજે યુવાનને તેના શિક્ષણ મુજબની નોકરી કેમ નથી મળતી?

Published : 21 April, 2023 05:54 PM | IST | Mumbai
Bhavini Lodaya

પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ અટકી ગઈ. પગાર અને ભથ્થાં ઓછાં છે, પ્રમોશનની તકો નથી, કંપનીઓ કર્મચારીઓના ફાયદા ઘટાડીને ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બિન્દાસ બોલ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આજકાલ કાં તો નોકરીની તક જ ઓછી છે કે પછી કૉમ્પિટિશન બહુ વધી ગઈ છે એ જ સમજાતું નથી. યુવાનો ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા પછી પણ સારી નોકરી મેળવી શકતા નથી. એને લીધે યુવાનોમાં ખૂબ નિરાશા આવી જાય છે અને આત્મહત્યા જેવા વિચારો કરવા માંડે છે. શું આપણા દેશમાં વ્યક્તિને તેના એજ્યુકેશન મુજબની નોકરી મળે એનો હક નથી? 


સરકારી નોકરીની બાબતમાં તો સ્પર્ધા અનેકગણી વધારે છે. સરકારી નોકરી કરવા માટે આપેલા સારા પૅકેજના લાભને લીધે ભારતીય યુવાનો એ તરફ આકર્ષાયા છે અને છેલ્લાં પાંચ-સાત વર્ષમાં આ સ્પર્ધા અનેકગણી વધી છે. હવે તો કદાચ એ માટે પરીક્ષા આયોજિત કરનાર સંસ્થા અરજીકર્તાઓની સંખ્યા ઓછી કરવા માટે પેપર સેટ કરવા નવી યોજના અને માર્ગો શોધી રહી છે. 



વર્ષ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ખાનગી ક્ષેત્ર તેજીમાં હતું, એથી લોકો પછી પ્રાઇવેટ સેક્ટરમાં જોડાયા અને તેમને પગાર અને ભથ્થાં સારાં મળ્યાં હતાં, પરંતુ સમય જતાં પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ અટકી ગઈ. પગાર અને ભથ્થાં ઓછાં છે, પ્રમોશનની તકો નથી, કંપનીઓ કર્મચારીઓના ફાયદા ઘટાડીને ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. યુવાનોને આ વાત સમજાઈ ગઈ છે.


આજે યુવાનોને તેમની નોકરી સંબંધિત કોઈ સુરક્ષા મળી નથી રહી. દાખલા તરીકે TCS / lnfosysમાં પણ એન્ટ્રી લેવલનો પગાર જ મળે છે, જે એ થોડાં વર્ષો પહેલાં હતો. સામાન્ય રીતે એ સામાન્ય ચલણ વધારવાના ટ્રેન્ડ અનુસાર વધારવો જોઈએ. મોટા ભાગની સરકારી નોકરીઓ અમર્યાદિત કવર ઑફર કરે છે. વાસ્તવમાં એ વેતન સુધારણા / પે કમિશનને કારણે વધ્યું છે.

એમાંના કેટલાક લાભ જેમ કે ઘર, તબીબી સહુલિયતો, LTC/LFC વગેરે. ઇન્ટરનેટના પ્રવેશમાં પ્રગતિને કારણે યુવાનોમાં સરકારી નોકરીઓ વિશે જાગૃતિ વધી છે.


આજે આપણા દેશમાં રોજગારીનું ઘટતું પ્રમાણ અને બેરોજગારીનું વધતું પ્રમાણ ચિંતાકારક છે. એક તરફ સરકાર તરફથી એવા દાવા કરવામાં આવે છે કે સરકાર રોજગાર આપી રહી છે. આની સામે બેરોજગારીના જે આંકડા આવી રહ્યા છે એનું પ્રમાણ ચિંતાજનક છે. સરકારે આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. 

શબ્દાંકન : ભાવિની લોડાયા

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

Whatsapp-channel Whatsapp-channel

21 April, 2023 05:54 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK