Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > બ્રૅન્ડેડ શૉપના આઉટલેટ્સની સર્વિસ આવી ઠંડીગાર કેમ?

બ્રૅન્ડેડ શૉપના આઉટલેટ્સની સર્વિસ આવી ઠંડીગાર કેમ?

07 October, 2022 05:25 PM IST | Mumbai
Bhavini Lodaya

ડાયરેક્ટ દુકાનોમાં જઈને ખરીદી કરવાથી ભારતીય વસ્તુઓનું વેચાણ વધુમાં વધુ થાય, દુકાનદાર અને વેપારીઓને પણ લાભ થાય અને ગ્રાહકને પણ એ જ સમયે મનગમતી વસ્તુ લેવા મળે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

બિન્દાસ બોલ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


નાના વેપારીઓ તેમ જ દુકાનદારો તેમની પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. ઑનલાઇન ખરીદી શક્ય એટલું ટાળો અને ઑફલાઇન ખરીદી કરો. આ વાત સાચી છે! ડાયરેક્ટ દુકાનોમાં જઈને ખરીદી કરવાથી ભારતીય વસ્તુઓનું વેચાણ વધુમાં વધુ થાય, દુકાનદાર અને વેપારીઓને પણ લાભ થાય અને ગ્રાહકને પણ એ જ સમયે મનગમતી વસ્તુ લેવા મળે. આમ એક વિચાર પ્રમાણે બધું સારું છે, પરંતુ ઑફલાઇનમાં પણ ઘણીબધી સમસ્યા છે જેનું નિરાકરણ દુકાનદારોએ કરવાની જરૂર છે.


આપણે ત્યાં અનેક બ્રૅન્ડની આઉટલેટ શૉપ છે, બધી જ બેસ્ટ બ્રૅન્ડ કહેવાય છે, પણ તમે એના આઉટલેટ પરથી પ્રોડક્ટ ખરીદી કરો અને ઘરે જઈને ખબર પડે કે પ્રોડક્ટ સારી નથી તો દુકાનદાર પાસે ફરિયાદ કરવાથી પણ પ્રોડક્ટ બદલાતી નથી કે પૈસા રીફન્ડ પણ મળતા નથી. તેઓ સ્પષ્ટપણે કહે છે કે ‘તમે પ્રોડક્ટ પર આપેલા કંપનીના હેલ્પલાઇન નંબર પર કૉલ કરો અથવા ઈ-મેઇલ કરો, ત્યાર બાદ એકથી દોઢ કલાકમાં પ્રોડક્ટનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે અથવા રીફન્ડ કરવામાં આવશે, એ કંપની નક્કી કરશે.’ 



કેમ આઉટલેટ શૉપ પર જઈને પણ આપણે મેઇલ કરવાનો કે કૉલ કરવાનો? કેમ આઉટલેટ શૉપમાં તરત સમાધાન નથી થઈ શકતું? ખરાબ વસ્તુઓ સામે તરત પૈસા કેમ ન મળે? ડાયરેક્ટ દુકાનમાં જઈને ખરીદી કરીને પણ આટલી લાંબી પ્રોસેસ કરવાની હોય તો પછી ગ્રાહક ઑનલાઇન ખરીદી કરીને જ પ્રોડક્ટ મગાવવાનું પસંદ કરશે. કારણ કે ત્યાં જેમ પ્રોડક્ટ ખોલો અને પ્રોડક્ટ ખરાબ નીકળે તો ફોટો પાડીને મોકલો કે તરત જ રીફન્ડ થાય છે. દુકાનમાં જઈને ખરીદી કર્યા પછી પણ મેઇલ કરવો પડે, કૉલ કરવો પડતો હોય તો આ જ બધું ઑનલાઇન ખરીદી કરીને જ કરીએને? શાને માટે દુકાન સુધી જવાનો સમય બરબાદ કરીએ?


નાના વેપારીઓ અને દુકાનદારો ખાસ કરીને બ્રૅન્ડેડ કંપનીની આઉટલેટ શૉપ ઓનરોએ કંપનીને ખાસ ભલામણ કરવી જોઈએ કે જો કોઈ કસ્ટમર ફરિયાદ લઈને આવે તો એનું રિપ્લેસમેન્ટ તરત થઈ જવું જોઈએ. એને માટે કંપનીની હેલ્પલાઇન સેવા સુધી પહોંચવાનો વારો જ ન આવવો જોઈએ, બાકી આઉટલેટ શૉપનો મતલબ શું?

બગડેલી વસ્તુ લઈને આવનાર ગ્રાહકને તરત જ રિપ્લેસમેન્ટ કરી આપવાની મંજૂરી હોવી જોઈએ અને આને માટે ગ્રાહક કંપનીને કૉલ ન કરે, પરંતુ દુકાનદારોએ જ નાનીમોટી સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ.


શબ્દાંકનઃ ભાવિની લોડાયા 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

07 October, 2022 05:25 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK