બ્રહ્માનાં મોટા ભાગનાં સર્જનો કરતાં નૌશાદની કૃતિઓએ મને વધુ શાતા આપી છે.
વો જબ યાદ આએ
સંગીતકાર નૌશાદ
૧૯૪૦માં ફિલ્મ ‘પ્રેમનગર’થી શરૂ થયેલી ૫૦ વર્ષની કારકિર્દીમાં સંગીતકાર નૌશાદે ૬૪ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમની મોટા ભાગની ધૂનો શાસ્ત્રીય રાગ-રાગિણી પર આધારિત હતી જે અત્યંત લોકપ્રિય બની. વર્ષો પહેલાં થયેલી મુલાકાતમાં તેમની પાસેથી અનેક અવિસ્મરણીય કિસ્સા જાણવા મળ્યા. વાતવાતમાં મેં એક પ્રશ્ન કર્યો, ‘આપના સમકાલીન સંગીતકારોમાં તમે કોને ઉત્તમ માનો છો?’