દેશમાં જ્યારે પણ ચૂંટણીઓ થાય છે ત્યારે ચૂંટણીપંચની કાર્યવાહીને લઈને સવાલો ઊઠે છે. આ વખતની ચૂંટણી પણ એનાથી બાકાત રહી નથી.
ક્રૉસલાઇન
ચૂંટણીપંચ
લોકસભાની ચૂંટણીમાં પાંચ તબક્કાનું મતદાન થઈ ગયું એ પછી ભારતના ચૂંટણીપંચે મુખ્ય પ્રતિદ્વંદ્વી ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસને કહ્યું કે તેઓ ચૂંટણીપ્રચારમાં વિભાજનકારી મુદ્દાઓ વ્યક્ત કરવાથી દૂર રહે. ચૂંટણીમાં પહેલા જ દિવસથી ધર્મઆધારિત અને જાતિઆધારિત બાબતોને જોરશોરથી ઉછાળવામાં આવી છે અને ચૂંટણીપંચ એ વખતથી મૂક પ્રેક્ષક બની રહ્યું હતું. વિશેષ કરીને એના પર સત્તાધારી BJPતરફી વલણ રાખવાનો આરોપ છે. છેલ્લે-છેલ્લે પણ એ જાગ્યું છે એ દેર આએ દુરુસ્ત આએ જેવું આશ્વાસન છે.