હું એક વાત કહીશ કે તમારે તમારાં બાળકો સાથે વાત શૅર કરવી જોઈએ, પણ બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને. જરૂરી નથી કે કોઈ ઘટના બને અને તમે તરત બાળક સાથે એ વાત શૅર કરો
મારી વાત
પ્રતીકાત્મક તસવીર
હું એક વાત કહીશ કે તમારે તમારાં બાળકો સાથે વાત શૅર કરવી જોઈએ, પણ બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને. જરૂરી નથી કે કોઈ ઘટના બને અને તમે તરત બાળક સાથે એ વાત શૅર કરો. ઊલટું મારું કહેવું છે કે અગર કોઈ ખરાબ ઘટના બની હોય તો પહેલાં પેરન્ટ્સે એ ઘટનાને પચાવવી જોઈએ અને એ પચાવ્યા પછી જો જરૂરી લાગે કે તેમણે એ વાત કિડ્સ સાથે શૅર કરવી જોઈએ તો પછી એ શૅર કરવી જોઈએ. રિલેશનશિપમાં માત્ર શૅરિંગ જ ઇમ્પોર્ટન્ટ નથી, શૅર કર્યા પછી કિડ્સમાં આવનારા ઇમોશનલ ઉતાર-ચડાવ પણ એટલા જ મહત્ત્વના છે અને એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે પેરન્ટ્સ બાળકના એ ઉતાર-ચડાવને શાંત પાડે. જો પેરન્ટ્સ જ મેન્ટલી અપસેટ હોય તો તેઓ કેવી રીતે કિડ્સના પ્રશ્નોને કે પછી ઇમોશનલ ટ્રૉમાને હૅન્ડલ કરી શકવાના?