વાંચો અહીં....
પ્રતીકાત્મક તસવીર
આજે શું કરશો?
ફોર લેડીઝ, બાય લેડીઝ
ADVERTISEMENT
આઇએમસી ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વિન્ગ દર વર્ષે મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એક્ઝિબિશન યોજે છે. અહીં એવા ઑન્ટ્રપ્રનર્સની પ્રોડક્ટ્સ જોવા મળશે જેનું મુંબઈ કે મુંબઈની બહાર કોઈ આઉટલેટ નથી. સ્ત્રીઓ દ્વારા બનાવેલી અને સ્ત્રીઓ માટેની પ્રોડક્ટ્સનું આર્ટિસ્ટિક એક્ઝિબિશન છે જેમાં ગાર્મેન્ટ અને ઍક્સેસરીઝના અઢળક ઑપ્શન્સ મળશે.
ક્યારે?: ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર
ક્યાં?: જિયો વર્લ્ડ કન્વેન્શન
સેન્ટર, બીકેસી
સમયઃ ૧૦.૩૦થી ૭.૩૦
એન્ટ્રીઃ ફ્રી
ધ બેલેરીના આર્ટ
કદી પીંછી હાથમાં પકડીને ડ્રૉઇંગ નથી કર્યું? વાંધો નહીં, બૉમ્બે ડ્રૉઇંગ રૂમ દ્વારા આર્ટ ગેધરિંગ થઈ રહ્યું છે જેમાં બેલે કરતી કુમળી બેલેરીના કન્યાનું પેઇન્ટિંગ કરતાં શીખવવામાં આવશે. દસ ઇંચ બાય બાર ઇંચના આ ચિત્રમાં વિવિધ પેઇન્ટ કલર્સનો ઉપયોગ કરવામાં આવશે. તમે પેઇન્ટિંગના શોખીન અને અનુભવી હો તો પણ અહીં વિવિધ કલર્સને હૅન્ડલ કઈ રીતે કરવા એ શીખવા મળશે.
ક્યારે?: ૧૦ સપ્ટેમ્બર
સમયઃ ૪થી ૬
ક્યાં?: બ્રૂડૉગ, બાંદરા
કિંમતઃ ૧૯૦૦ રૂપિયા (આર્ટ મટીરિયલ ઍન્ડ રિફ્રેશમેન્ટ સાથે)
રજિસ્ટ્રેશનઃ bookmyshow
નેક્સ્ટ વીકમાં શું કરશો?
ગણપતિ બાપ્પા ઍક્રિલિક પેઇન્ટિંગ
AUK ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ઍક્રિલિક પેઇન્ટિંગ દ્વારા ગણેશની આકૃતિ તૈયાર કરતાં શીખવવામાં આવશે. પહેલી વાર ઍક્રિલિક કલર્સ વાપરી રહ્યા હો તો પણ ચિંતા કરવાની જરૂર નથી. સ્ટેપ બાય સ્ટેપ પેઇન્ટિંગ માટેનું ગાઇડન્સ આપવામાં આવશે અને તમે તૈયાર કરેલું ગણેશનું પેઇન્ટિંગ ગણેશોત્સવ વખતે પૂજી પણ શકશો.
ક્યારે?: ૧૧ સપ્ટેમ્બર
સમયઃ ૩.૩૦થી ૬.૩૦
ક્યાં?: AUK ડિઝાઇન સ્ટુડિયો, ૨૦૪- દીપ્તિ વિલા, ચકાલા
રજિસ્ટ્રેશનઃ insider.in
સ્પાઇસના વિશ્વમાં
આમ તો ભારતને મસાલાનો રાજા કહેવાય. જોકે બીજા દેશોમાં પણ પોતપોતાના મસાલાઓનું કૉમિબનેશન હોય જ છે. આ વીક-એન્ડમાં વિશ્વભરના સ્પાઇસ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસરો, ટ્રેડર્સ અને એક્સપોર્ટર્સ એક છત તળે મળશે. ૧૪મી વર્લ્ડ સ્પાઇસ કૉન્ગ્રેસમાં વિશ્વભરના મસાલા, પલ્સિસ, સુપરફૂડ્સ, ઑઇલ સીડ્સ અને હર્બ્સની નવી પ્રોડક્ટ્સ જોવા મળશે.
ક્યારે?: ૧૫થી ૧૭ સપ્ટેમ્બર
સમયઃ ૧૧થી ૭
ક્યાં?: સિડકો એક્ઝિબિશન ઍન્ડ કન્વેન્શન સેન્ટર, સેક્ટર ૩૦, વાશી, નવી મુંબઈ
લેગોના લંબોદર
ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે જાતજાતની ચીજોમાંથી ગણપતિની મૂર્તિ બનાવવાની ક્રીએટિવિટી ખીલી રહી છે. બાળકોને પ્રિય એવા લેગો બ્લૉક્સમાંથી પણ ગણેશ બની શકે છે, પણ કેવી રીતે? બાળકોની સર્જનાત્મકતાને ચૅનલાઇઝ કરે એવી ગાઇડેડ વર્કશૉપ થકી લેગોના ગણપતિ બનાવવાની વર્કશૉપ ધ કિડ્સ કંપનીએ યોજી છે. અર્લી ચાઇલ્ડહુડ કૅર ઍન્ડ એજ્યુકેશન પ્રોવાઇડર ધારા મહેતા દ્વારા લેગોની ટેક્નિક્સ શીખવવામાં આવશે જેમાં બધા એક જેવી જ મૂર્તિ નહીં બનાવે, દરેક બાળકની કલ્પના મુજબના ગણેશની યુનિક મૂર્તિ બનશે.
ક્યારે?: ૧૭ સપ્ટેમ્બર
સમયઃ ૪થી ૮ વર્ષ
ક્યાં?: ધ કિડ્સ કંપની, ગુલમહોર ક્રૉસ રોડ ૬, જુહુ
કિંમતઃ ૧૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ insider.in
પૉપ-આર્ટની સફર
ઇન્ડિયાની સૌથી પહેલી અને અત્યાર સુધી એકમાત્ર એવી પૉપ-આર્ટ ગૅલરી ધ ડિઝાઇનેરામાં હાલમાં મોસ્ટ વાઇબ્રન્ટ કલર્સ અને વ્હિમ્ઝિકલ થીમનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે. ૩૦ ઊભરી રહેલા કલાકારોનાં ૫૦થી વધુ આર્ટવર્ક પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં છે, જેમાં કન્ટેમ્પરરી અને મૉડર્ન આર્ટનો ટચ જોવા મળશે. આંખોને ખુશ કરી દે એવાં પેઇન્ટિંગ, સ્ક્લ્પ્ચર્સ અને ટેક્નૉલૉજીથી સર્જેલા આર્ટ પીસ અહીં છે.
ક્યારે?: ૩૦ સપ્ટેમ્બર સુધી
સમયઃ ૧૦થી ૭
ક્યાં?: ધ ડિઝાઇનેરા, વન લોધા પ્લેસ, પરેલ, મુંબઈ
એન્ટ્રીઃ ફ્રી
સ્ટિલનેસ ઇન મોશન
દરેક ચિત્ર ભલે સ્થિર હોય, પણ એ કંઈક આંતરિક હલચલનની અભિવ્યક્તિ હોય છે. આવી અભિવ્યક્તિનું એક્ઝિબિશન યોજાયું છે જેમાં આબિન હૈદર, બી પ્રભા, જી. આર. સંતોષ, જેરામ પટેલ, કે. જી. સુબ્રમણ્યમ, કે. એમ. અરા, કે. કે. હેબર, ક્રિશેન ખન્ના, મનજિત બાવા, રેબા હોર, સતીશ ગુજરાલ, સુધીર પટવર્ધન જેવા ચિત્રકારોનાં ક્રીએશન્સની રજૂઆત થઈ છે.
ક્યારે?: ૧૮ સપ્ટેમ્બર સુધી
સમયઃ ૧૧થી ૬.૩૦
ક્યાં?: આકાર આર્ટ ગૅલરી, ચર્ચિલ ચેમ્બર, કોલાબા
એન્ટ્રીઃ ફ્રી