આવતી કાલે તમારી પ્રૉપર્ટી માટે વક્ફ બોર્ડ કહી દે કે આ પ્રૉપર્ટી બોર્ડની છે તો ક્યાં તો તમારે એ માની લેવું પડે અથવા તમારે વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલમાં એ સાબિત કરવું પડે કે આ પ્રૉપર્ટી વક્ફની નહીં પરંતુ તમારી છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની હેડ ઑફિસ વક્ફ બોર્ડની માલિકીની કહેવાય છે.
મૂળતઃ મસ્જિદ જેવા ધર્મસ્થાન અને કબ્રસ્તાનની સારસંભાળ અને સંરક્ષણનું કામ કરનારી સંસ્થા અત્યારે ભારતમાં ૯.૪ લાખ એકર કરતાં વધુ જમીનની માલિકી ધરાવે છે. આજે જાણીએ કે સુરતના મ્યુનિસિપલ કૉર્પોરેશનની હેડ ઑફિસથી લઈને બેટદ્વારકાના બે આઇલૅન્ડ અને તાજમહલથી લઈને કાશી વિશ્વનાથના મંદિરને પણ પોતાની પ્રૉપર્ટી ગણાવતું વક્ફ બોર્ડ શું છે, એની રચના કઈ રીતે થઈ અને કઈ રીતે છૂટે હાથે એને પ્રૉપર્ટીઓ હસ્તગત કરવાનો દોર મળ્યો કે એને લગતા વિવાદમાં સુપ્રીમ કોર્ટ સુધ્ધાં હસ્તક્ષેપ ન કરી શકે