શેહજાદે, ચાંદ, નીલકમલ, સોનીમહિવાલ, સુહાગરાત, મહેંદી, ધ ચેઇન, અને સાંવરિયા.. ૧૯૪૦ થી ૨૦૦૮ ની ફિલ્મી સફરની બૉલિવૂડની આ લાસ્ટ ગ્લેમર ગર્લ " ઝુબેદા ઉલ હક", હૉટેસ્ટ, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ બેગમ પારા
ફાઇલ તસવીર
લાહોરમાં જન્મેલાં,બિકાનેરમાં મોટાં થયાં અને અત્યંત શિસ્તપ્રિય ઍવી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની ટોપર રહી ચૂકેલા બેગમપારા શિસ્ત અને સ્વાંત્રતતાનું અનોખું કોન્ટ્રાસ્ટિંગ વ્યકિતત્વ ધરાવતાં લાજવાબ અદાકારા હતાં. આજની જનરેશનની નોરા ફતેહ કે જેકલીનને પણ ટક્કર મારે એવા બેગમપારાનાં બોલ્ડ અને સેક્સી અંદાજના તે સમયનાં મશહૂર ક્રિકેટરો અને રાજનેતાઓ પણ ખૂબ દિવાના હતાં. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંની આ હોટ ચીલી ગર્લ એટલે ટીવી અને ફિલ્મોનાં મશહૂર અભિનેતા આયુબખાનનાં માતા અને ઓલ્ડ ક્લાસિક ફિલ્મ ગંગાજમનાનાં પોલીસ હેન્ડસમ અને ડેશિંગ પર્સનાલિટી ધરાવનાર ઇન્સ્પેક્ટર નાસિરખાનના પત્ની. યુગોથી ચાલતી આવેલી વિવાદાસ્પદ દેરાણી જેઠાણીની વાર્તાઓ સાયરા બાનુ અને બેગમપારા વચ્ચે પણ થતી એટલે દિલીકુમાર જેવા લેજન્ડરી એકટરના બેગમ પારાભાભી થાય એ વાતથી ક્યાંય સુધી દર્શકો પણ અજાણ રહ્યાં હતા. બેગમપારા અત્યારની સેકસી એક્ટ્રેસ કરતાં પણ વધારે હોટ અને બોલ્ડ ફોટશૂટ કરાવતાં છતાં એમાં અશ્લિલતાને બદલે સેંસુઆલિટી અલગ તરી આવતી. અત્યંત રૂઢીચુસ્ત પરીવારની લાડકી ૧૯૩૦માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરનાર એમનાં ભાઈ અને મશહુર બંગાળી અભિનેત્રી પ્રતિમા દાસગુપ્તા નામની એમની ભાભી સાથે ફિલ્મી ચમક દમક જોઇને અંજાઇ ગયાં અને લાહોરને હંમેશને માટે તિલાંજલી આપી સિનેજગતની મારકણી અદાકારાના ટ્રેંડમાં લોકપ્રિયતાની વચ્ચે સતત દર્શકોનાં દિલમાં રાજ કરતા રહ્યાં. તે સમયનાં એક એકથી ચઢીયાતા એક્ટર સાથે ફિલ્મોમાં અભિનય કર્યો. એક સમયે લાઇફ મેગેઝિને તેમની સાથે ખાસ ફોટો શૂટ કર્યું હતું
Remembering #BegumPara on her 8th death anniversary. Click to see the full album https://t.co/DA0UWtnOwX @IamRoySanyal @CeliJohn @rjanmol pic.twitter.com/1fGF1H1k4O
— Bollywoodirect (@Bollywoodirect) December 9, 2016
ADVERTISEMENT
જો કે, એ પણ એક નગ્ન વાસ્તવિકતા છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ દામ અને ફેમ મેળવનાર ભલભલાં એક્ટર અને એક્ટ્રેસનું અંગત જીવન ખૂબ કરુણ અને વિવાદાસ્પદ રહ્યું છે. જેમાં બેગમપારાનો પણ સમાવેશ થાય છે. ભરજુવાનીમાં નાસિરખાનનાં વિધવા બનેલાં બેગમપારા આર્થિક રીતે પડી ભાંગ્યા ત્યારે એમનાં બંગલાના એક કોર્નરને ભાડા કરાર કરી પોતાના ત્રણ સંતાનોને મોટાં કર્યાં. દેવાના ડુંગર અને હાઇ પ્રોફાઇલ લાઈફ જીવનાર બેગમપારાના જીવનમાં કોઇ સાચો દોસ્ત્ ન બની શક્યો ઘણાં પુરુષ મિત્રોથી ઘેરાયેલી હોવા છતાં એમણે સાવ એકાકી જીવન જ જીવ્યું. સિગારેટ અને શરાબમાં સતત પોતાની વ્યથાઓને ભૂલનારા આ અફલાતુન એક્ટ્રેસ પાછળથી લોકમાનસમાંથી બહું જલ્દી ઇરેસ થઇ ગયા. બેગમપારા જેવો વિન્ટેજ વાઇન ગમે એટલો જૂનો હોવાં છતાં તેમનાં અમુક ચાહકો માટે તો હોટ ફેવરિટ અને ડિમાન્ડમાં રહ્યાં એટલે જ સંજય લીલાં ભણસાલીની ફિલ્મમાં સોનમ કપૂરની દાદીના જાજરમાન રોલમાં છેલ્લી વખત અભિનય કરનાર બેગમપારા હજી આજે પણ અનેક ચોક્ક્સ દર્શકોની દર્શકોની ડ્રીમ ગર્લ જરૂર હશે .