૨૦૨૪ની ૧૮ જૂને અમેરિકાના હાલના પ્રેસિડન્ટ જો બાઇડને ઇમિગ્રન્ટ્સ માટે એક નવો પ્રોગ્રામ જાહેર કર્યો છે. આની હેઠળ અમેરિકન સિટિઝન્સની પત્ની યા પતિ વર્ષોથી અમેરિકામાં ઇલીગલી રહેતાં હોય છે.
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૪ની ૧૮ જૂને અમેરિકાના હાલના પ્રેસિડન્ટ જો બાઇડને ઇમિગ્રન્ટ્સ માટે એક નવો પ્રોગ્રામ જાહેર કર્યો છે. આની હેઠળ અમેરિકન સિટિઝન્સની પત્ની યા પતિ વર્ષોથી અમેરિકામાં ઇલીગલી રહેતાં હોય છે. સામાન્ય રીતે અમેરિકન સિટિઝનના ઇમિજિયેટ રિલેટિવ તરીકે ઇમિગ્રન્ટ વીઝા મેળવવાને લાયક હોય છે તેમને સ્વદેશ પાછા જઈને ઇમિગ્રન્ટ વીઝા મેળવીને અમેરિકામાં આવવાનું રહે છે. એ માટે અનેક લોકોએ વર્ષોની રાહ જોવી પડે છે. વેવર એટલે કે માફીની અરજી કરવી પડે છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ, ઇમિગ્રેશન ખાતાની ઢીલ, ઇમિગ્રેશનને લગતા જુદા-જુદા કાયદા તેમ જ નિયમોનું પાલન કરવાનું રહે છે. આ સર્વે મુશ્કેલીઓ ટાળવા પ્રેસિડન્ટ જો બાઇડને ‘પરોલ ઇન પ્લેસ’ શીર્ષક ધરાવતો એક નવો પ્રોગ્રામ દાખલ કર્યો છે.
પરોલ ઇન પ્લેસ માટે ઇમિગ્રન્ટ્સે ફૉર્મ I-131, ઍપ્લિકેશન ફૉર ટ્રાવેલ ડોક્યુમેન્ટ ભરવાનું રહે છે. એની સાથે અમેરિકન સિટિઝન સાથેનાં લગ્નનું સર્ટિફિકેટ, જો તેમણે પહેલાં કોઈ લગ્ન કર્યાં હોય તો કોર્ટની ડિક્રી, જેના દ્વારા એ લગ્ન છૂટાછેડામાં પરિણમ્યાં હોય અથવા તો એ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેમનું મૃત્યુપત્ર, તેમનાં સંતાનો હોય તો તેમના જન્મનાં પ્રમાણપત્ર, જે અમેરિકન સિટિઝન સાથે લગ્ન કર્યાં હોય એ મિલિટરી મેમ્બર હોય તો તેમનાં માતાપિતાનાં નામવાળું બર્થ સર્ટિફિકેટ, તેમના કુટુંબમાંથી જેકોઈ અમેરિકાના લશ્કરમાં જોડાયા હોય તેમનાં I-131 ડેન્ટિફિકેશન કાર્ડ, બે કલર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને અન્ય સપોર્ટિંગ ડૉક્યુમેન્ટ્સ આપવાના રહે છે.
ADVERTISEMENT
આજે અમેરિકામાં લગભગ ૫,૫૦,૦૦૦ એવા ઇમિગ્રન્ટ છે જેઓ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ્યા છે અને વર્ષો સુધી ત્યાં ગેરકાયદે રીતે રહે છે. આ પ્રોગ્રામ હેઠળ અમુક પ્રકારના અમેરિકન સિટિઝન સાથે લગ્ન કરતાં તેઓ અમેરિકામાં રહીને જ તેમનું સ્ટેટસ ઍડ્જસ્ટ કરીને ગ્રીનકાર્ડ મેળવી શકે છે.
આ પ્રોગ્રામને ટેક્સસની કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને ઑગસ્ટ ૨૦૨૪ના છેલ્લા અઠવાડિયામાં આ પ્રોગ્રામને ૧૪ દિવસ માટે ઍડ્મિનિસ્ટ્રેટિવ સ્ટે આપીને સ્થગતિ કરી દેવામાં આવ્યો છે.
હવે આ ૫,૫૦,૦૦૦ દસ વર્ષથી વધુ સમયથી અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સના લાભ માટે હાલના પ્રેસિડન્ટ જો બાઇડને જે ‘પરોલ ઇન પ્લેસ’ પ્રોગ્રામ ઘડ્યો છે એ માટે અમેરિકાની કોર્ટ શું કહે છે એ તો કોર્ટનો ચુકાદો આવશે ત્યારે જ જાણવા મળશે. - ડૉ. સુધીર શાહ